Not Set/ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરેલા ખોટા વિડિયો ટ્વીટ પર માંગી માંફી

વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એલ.સી.બી. સમક્ષ હાજર થયા પહેલા માંફી માગી હતી, તેમણે કહ્યુ કે, મારા ટ્વીટથી સ્કૂલને કોઇપણ જાતની હાની પહોચી હોય તો સાડી સત્તર વખત હુ માંફી માંગુ છુ. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જીગ્નેશ મેવાણીએ વલસાડની આર.એમ.વી.એમ હાઇસ્કૂલનાં નામે એક ખોટો વિડિયો ટ્વીટ કર્યો હતો. જેને લઇને વલસાડની સ્કૂલે જીગ્નેશ […]

Gujarat
untitled 1564049441 ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરેલા ખોટા વિડિયો ટ્વીટ પર માંગી માંફી

વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એલ.સી.બી. સમક્ષ હાજર થયા પહેલા માંફી માગી હતી, તેમણે કહ્યુ કે, મારા ટ્વીટથી સ્કૂલને કોઇપણ જાતની હાની પહોચી હોય તો સાડી સત્તર વખત હુ માંફી માંગુ છુ. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જીગ્નેશ મેવાણીએ વલસાડની આર.એમ.વી.એમ હાઇસ્કૂલનાં નામે એક ખોટો વિડિયો ટ્વીટ કર્યો હતો. જેને લઇને વલસાડની સ્કૂલે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હાઇકોર્ટનાં હુકમથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વલસાડ એલ.સી.બી. સમક્ષ હાજર રહ્યા હતા. મેવાણીને ખોટો વિડિયો ટ્વીટ કર્યા પર વલસાડ આવવાની ફરજ પડી હતી. મેવાણી દ્વારા ટ્વીટ કરવામાં આવેલ વિડિયો બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. વિવાદને વકરતા જોઇ મેવાણીએ તે વિડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટથી ડિલિટ કરી દીધો હતો.

જીગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, છેલ્લા બે વર્ષથી આ વિડિયો (જે તેમણે ટ્વીટ કર્યો હતો તે) સોશિયલ મીડિયામાં વાયરલ છે. ત્યારે કોઇ પગલા ન લેવાયા ત્યારે મારી સાથે કિન્નાખોરીથી પગલા લેવાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.