Surat/ જેટકોના 66 કેવી યુનિટમાંથી કોપરના પટ્ટા ચોરતો હેલ્પર રંગે હાથ ઝડપાયો

આ યુનિટમાં હેલ્પર તરીકે નોકરી કરતા સંદીપ ચૌધરી નામના યુવાને જેટકોના ગોડાઉનમાંથી કોપરના 2 પટ્ટા બહાર કાઢી મેદાનની અંદર છુપાવી રાખ્યા હતા. આ ઘટના…

Gujarat Surat
Helper Caught Stealing Copper

Helper Caught Stealing Copper: સુરતના સચિનના ખરવાસા ગામ ખાતે જેટકોનું 66 કેવીનું યુનિટ આવેલું છે. આ યુનિટમાં મેન્ટેનન્સની કામગીરી સહિત અન્ય કામગીરી માટે ઘણો બધો સામાન મૂકવામાં આવ્યો છે. આ યુનિટમાં હેલ્પર તરીકે નોકરી કરતા સંદીપ ચૌધરી નામના યુવાને જેટકોના ગોડાઉનમાંથી કોપરના 2 પટ્ટા બહાર કાઢી મેદાનની અંદર છુપાવી રાખ્યા હતા. આ ઘટના અંગે જેટકોમાં નોકરી કરતા અન્ય એક શખ્સને જાણ થતા તેમણે મોડી રાત સુધી વોચ ગોઠવી હતી. આ દરમિયાનમાં રાતના 10 વાગ્યાના સુમારે સંદીપ ચૌધરી એક ઇકો કાર લઈને કોપરના આ બે વજનદાર પટ્ટા ચોરવા માટે આવ્યો હતો. મોડી રાત્રે વોચમાં બેઠેલા જેટકોના અન્ય કર્મચારીઓએ જોયું કે સંદીપ ચૌધરી કોપરના બંને પટ્ટા લઈને ઇકો કારમાં મૂક્યા હતા. કોપરના બે પટ્ટા કારમાં મુકતા રંગે હાથ સંદીપને કર્મચારીએ ઝડપી લીધો હતો અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા સચિન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઇકો કારનો ડ્રાઇવર સતીશ નાસી છૂટતા તેની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સચિન પોલીસે સમગ્ર ઘટનામાં તાબડતો તપાસ હાથ ધરી નાસી છૂટેલા ઇકો કારના ડ્રાઇવર સતીશને પણ શોધી કાઢ્યો છે. હાલ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે આ બંને આરોપીએ અગાઉ જેટકો કે અન્ય કોઈ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને ખતરો?/કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર, સુરક્ષા પૂરી પાડવાની કરી માંગ

આ પણ વાંચો: અમદાવાદ/એક તરફ ભાઈનો અકસ્માત, બીજી બાજુ માતા બિમાર; પીએમ મોદીના પરિવાર પર બેવડું દુઃખ