Not Set/ ફ્લાઈટે 1 કલાક સુધી હવામાં માર્યા ચક્કર, મુસાફરો લાગ્યા રડવા

અમદાવાદથી જેસલમેરપહોંચેલી સ્પાઇસઝેટની ફ્લાઇટ એક કલાક સુધી હવામાં આંટાફેરા કરતી રહેતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તો કેટલાક મુસાફરો રડવા લાગ્યા.

Ahmedabad Gujarat
A 229 ફ્લાઈટે 1 કલાક સુધી હવામાં માર્યા ચક્કર, મુસાફરો લાગ્યા રડવા

અમદાવાદ (Ahmedabad) થી જેસલમેર (Jaisalmer) પહોંચેલી સ્પાઇસઝેટની ફ્લાઇટ એક કલાક સુધી હવામાં આંટાફેરા કરતી રહેતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તો કેટલાક મુસાફરો રડવા લાગ્યા. જે બાદમાં વિમાનને પાછા અમદાવાદ આવવું પડ્યું હતું. ત્યાં સલામત લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક પછી, વિમાનને અન્ય પાઇલટ દ્વારા જેસલમેર મોકલવામાં આવ્યું હતું. મોડી સાંજે જેસલમેરના રનવે પર સલામત લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.

ઘટનાની વિગતો એવી છે કે સ્પાઈસજેટની SG3010 ફ્લાઈટે શનિવારે બપોરે 12.05 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી જેસલમેર માટે ઉડાન ભરી હતી. જેસલમેર એરપોર્ટ પર પહોંચ્યા પછી પાઈલટે પ્લેનને સુરક્ષિત લેન્ડિગનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા ન મળતા પ્લેનને ફરી ઉપર લઈ ગયો હતો. અલગ અલગ એંગલથી પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવાની ફરી બેવાર કોશિશ કરી પણ તેને સફળતા ન મળી. અને આખરે ફ્લાઇટને પાછી અમદાવાદ લાવવામાં આવી. આ દરમિયાન મુસાફરોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં બેઠેલા ઘણા મુસાફરો રડવા પણ લાગ્યા હતા. બાદમાં સાંજે બીજા પાયલોટે ફરીથી ઉડાન ભરીને તમામ મુસાફરોને જેસલમેર પહોંચાડ્યા હતા.

Ahmedabad To jesalmer Plan Sandesh ફ્લાઈટે 1 કલાક સુધી હવામાં માર્યા ચક્કર, મુસાફરો લાગ્યા રડવા

આ ઘટનાની પુષ્ટિ કરતાં વિમાનમાં આવેલા મુસાફર મયંક ભાટિયાએ પુષ્ટિ કરી હતી કે અમદાવાદથી સ્પાઇસ જેટની નિયમિત ફ્લાઇટ, નિર્ધારિત સમય માટે જેસલમેર ઉડાન ભરી હતી. પરંતુ તકનીકી કારણોને લીધે પાયલોટને જેસલમેર એરપોર્ટના રન-વે પર લેન્ડિંગ કરાવી શક્યો નહિ. જોકે પાયલોટે ત્રણ વાર પ્રયત્ન કર્યો. તેઓ લગભગ એક કલાક હવામાં ઉડતા રહ્યા, જેનાથી ઘણા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. ખાસ કરીને મહિલા મુસાફરોની હાલત ખરાબ હતી.

ફ્લાઈટમાં બેસેલા મુસાફરો ભગવાન ભાળી ગયા હતા. ફાઈલ તસવીર.

જેસલમેર એરપોર્ટ ઓર્થોરિટીના ડાયરેક્ટર બીએસ મીણાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, ટેકનિકલ કારણોસર અમદાવાદથી જેસલમેર આવનારી વિમાન સેવા પોતાના નિયત સમય પર ટેકનિકલ કારણોસર એક વાગે લેન્ડિંગ થઈ શકી નહોતી. ત્યારબાદ વિમાનને પાછું અમદાવાદ લઈ જવામાં આવ્યું, પરંતુ બાદમાં સાંજે 05.15 વાગે અમદાવાદથી જેસલમેર પહોંચ્યું હતું અને ત્યાંથી અમદાવાદ જનાર મુસાફરોને લઈને સુરક્ષિત પાછું અમદાવાદ પહોંચ્યું હતું.

<p><br /> एयरलाइंस कंपनी के आदेश के बाद पायलट ने करीब दो घंटे बाद यात्रियों को उसी विमान में बैठाकर अहमदाबाद से जैसलमेर के लिए उड़ान भरी। फिर जैसलमेर एयरपोर्ट पर &nbsp;5 बजकर 15 मिनट पर सुरक्षित लैंडिंग हो सकी। जैसलमेर एयरपोर्ट डायरेक्टर बीएस मीणा ने बताया कि विमान की लैंडिंग में तकनीकी कारणों से दिक्कत आई थी। जिसे सही कर दिया गया है।</p>

બપોરના બે વાગ્યે પાયલોટે ફ્લાઈટને પછી અમદાવાદ તરફ લાવ્યા હતાતો. છેવટે 2.40 વાગ્યે આ વિમાન સુરક્ષિત રીતે અમદાવાદમાં ઉતર્યું હતું. આ પછી લગભગ બે કલાક બાદ ફ્લાઇટને ફરીથી અન્ય પાયલોટ સાથે અમદાવાદથી રવાના કરવામાં આવી હતી. આ સમયે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ફ્લાઇટ સલામત રીતે જેસલમેરમાં ઉતરવામાં સફળ રહી હતી.