Not Set/ માર્કેટ યાર્ડની હડતાલથી બેહાલ ખેડૂતો, જવું તો ક્યાં જવું જેવો ક્યાસ

1 કરોડ ઉપરાંતનાં વ્યવહારની સામે બે ટકા ટીડીએસ કપાતના વિરોધમાં સૌરાષ્ટ્ર, બનાસ અને અરવલ્લી જીલ્લાનાં તમામ માર્કેટયાર્ડોએ બંધ પાડ્યો. પાછલા બે દિવસથી હડતાલ પર ઉતરેલા વેપારીઓને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. એક તો પુરતા ભાવ પહેલેથી જ મોટો પ્રશ્ન છે, ત્યારે આમ માલ લઇને રખડવાનું અને ફરીને ધકો ખાવાનું કોઇ પણ ખેડૂતને […]

Top Stories Gujarat Others
yard માર્કેટ યાર્ડની હડતાલથી બેહાલ ખેડૂતો, જવું તો ક્યાં જવું જેવો ક્યાસ

1 કરોડ ઉપરાંતનાં વ્યવહારની સામે બે ટકા ટીડીએસ કપાતના વિરોધમાં સૌરાષ્ટ્ર, બનાસ અને અરવલ્લી જીલ્લાનાં તમામ માર્કેટયાર્ડોએ બંધ પાડ્યો. પાછલા બે દિવસથી હડતાલ પર ઉતરેલા વેપારીઓને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. એક તો પુરતા ભાવ પહેલેથી જ મોટો પ્રશ્ન છે, ત્યારે આમ માલ લઇને રખડવાનું અને ફરીને ધકો ખાવાનું કોઇ પણ ખેડૂતને પરવળે તેમ નથી, તો પણ ખેડૂતોને માલ લઇને પરત જવાની ફરજ પડી રહી છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડનાં વાપરીઓ ટીડીએસ કપાતના વિરોધમાં હડતાલ પર ઉતરી ગયા છે. રાજ્યભરનાં હજાર વેપારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે, જેના કારણે તારીખ 3 અને 4 સપ્ટેમ્બરનાં રોજ વેપારીઓ હરાજીથી દુર રહેશે તે વાત પાક્કી છે. ખાસ કરીને વાત કરીએ તો, ગોંડલ, રાજકોટ, ઉંઝા, મોડાસા,ભિલોડા જેવા આનેક યાર્ડમાં સૌથી વધુ ખેડૂતોની ચહલ પહલ રહેતી હોય છે.

એક કરોડના બેંક વ્યવહારમાં બે ટકા ટીડીએસ કપાત થતા વેપારીઓ સાથે ખેડૂતોને પણ સહન કરવું પડી રહ્યું છે. અને બે ટકા ટીડીએસના કારણે રોજ બરોજના વ્યવહાર પર પણ તેની અસર પડી રહી છે. વેપારીઓની માંગણી છે એક કરોડ પર બે ટકા ટીડીએસ લાગુ કરવાની જગ્યાએ પાંચ કરોડ સુધીના વ્યવહાર પર ટીડીએસ કાપવામાં આવે અને એક કરોડના વ્યવહારમાં ટીડીએસથી મુક્તિ આપવામાં આવે.

એક તરફ વેપારીઓ હડતાલને લઈને મક્કમ બન્યા છે ત્યારે બીજી તરફ ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. 25 થી 30 કિમી દુરથી વરસાદની મોસમમાં ખેડૂત ટ્રેક્ટરમાં ઘઉં, બાજરી જેવી પોતાની જણસો લઈને માર્કેટયાર્ડમાં આવે છે. ન પોસાતું હેવા છતા ખેડૂતો વાહન ખર્ચ વેઠીને પણ યાર્ડમાં આવ્યા બાદ બંધ હોવાનું માલુમ પડતા ધક્કો પડ્યાનો અહેસાસ કરી રહ્યા છે. એક તરફ દિવસ રાત એક કરીને ખેડૂતો પાક ઉભો કરે છે, ત્યારે માર્કેટમાં વેચવા આવતા ધરમધક્કા પડી રહ્યા છે. જેથી આખો દિવસ અને ડીઝલ સાથે નાણાનો વ્યય થઇ રહ્યો છે. ખાસ કરીને હડતાલમાં લાંબ ન થાય તે માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

વિરોધ કરવાનો દરેકને હક્ક છે, પણ દુરથી આવતા ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ તેવી માંગ કરવાનો હક જગતનાં તાતનો પણ છે. જ્યારે હવે વેપારીઓ પણ વિરોધ સાથે પોતાની માંગણીઓને લઇને અડીખમ છે, ત્યારે જો અગામી દિવસમાં સમાધાન સાથે ઉકેલ ન આવ્યો તો માર્કેટયાર્ડની હડતાલ અચોક્કસ મુદત સુધી લંબાઈ શકે છે. અને આવી પરિસ્થિતીમાં સૌથી વધુ વેઠવાનો વારો ખેડૂતોને આવશે તે વાત પણ ચોક્કસ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.