રખડતાં ઢોરનો આતંક/ અમદાવાદમાં બાઇક પર જતાં પિતા-પુત્રીને ગાયે ફંગોળ્યા, પિતાને પગમાં થયું ફ્રેક્ચર અને પુત્રીની થઈ આવી હાલત

અમદાવાદના જશોદાનગર વિસ્તાર રસ્તે રખડતી ગાયે બાઇક પર જતાં પિતા-પુત્રીને અડફેટે લીધાં હતા. જેમાં પિતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા છે. પિતાને પગમાં ફેક્ચર અને બાળકીને માથાના અને કાનના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે. 

Top Stories
પિતા-પુત્રીને

ગુજરાતના શહેરી વિસ્તારમાં રખડતાં ઢોરને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તાર ઢોર નિયંત્રણ બાબતે વિધેયક પસાર કર્યું છે. રાજ્યમાં રસ્તે રખડતા ઢોર મામલે સરકાર દ્વારા ફરજિયાત લાયસન્સના કાયદાને હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આવામાં અમદાવાદના જશોદાનગર વિસ્તાર રસ્તે રખડતી ગાયે બાઇક પર જતાં પિતા-પુત્રીને અડફેટે લીધાં હતા. જેમાં પિતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા છે. પિતાને પગમાં ફેક્ચર અને બાળકીને માથાના અને કાનના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જશોદાનગર વિસ્તારમાં ગીંતાજલિ સ્કૂલ પાસે આ બનાવ બન્યો હતો. રમેશચંદ્ર કોષ્ટી તેમની પાંચ વર્ષની દીકરી પ્રાચીને બાઈક પર બેસાડીને સોસાયટીની બહાર નીકળ્યા હતા. તે સમયે સોસાયટીની બહાર કેટલીક ગાયો રઝળતી ફરી રહી હતી. ત્યારે એક ગાય તેમની બાઈકની પાછળ દોડી પાછળથી તેમને અડફેટે લીધા હતા. જેના કારણે બંને પિતા-પુત્રી નીચે પટકાયા હતા. ગાયે તેમને પાછળથી એવા અડફેટમાં લીધા હતા કે બંને પિતા પુત્રી ફંગોળાઇને નીચે પટકાયા હતા આ ઘટનાને કારણે સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા અને સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડયા હતા.

બાઈક પરથી પટકાયેલા પિતા પુત્રી જમીન પર નીચે ફંગોળાયા હતા. રમેશભાઈને પગમાં ફ્રેક્ચર થયુ હતું, તો પ્રાચીને માથામાં ઈજા પહોંચી હતી. જેથી તેને માથાના ભાગે ટાંકે આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ઢોરના કારણે અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયાનો આ એક જ કિસ્સો નથી પરંતુ અવારનવાર આવા કિસ્સા બને છે. રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે. જોકે નાની-નાની ઘટનાઓને કોઈ ધ્યાનમાં નથી લેતું અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ રખડતાં ઢોરને પકડવામાં નિષ્ફળ છે.

નાગરિકોને રખડતા ઢોરોના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે તે ખબર નથી. રસ્તા પર ગાય-આખલા એવી રીતે ફરે છે, જાણે ખેતર હોય. આ રખડતા ઢોરો નાગરિકોને અડફેટે લે છે. છતાં નાગરિકોને આ ત્રાસમાઁથી મુક્તિ મળી નથી રહી.

આ પણ વાંચો :રખડતાં ઢોરના પ્રશ્નએ સરકારને શીંગડે ચડાવતા મોડી સાંજે કાયદો સ્થગિત

આ પણ વાંચો :  લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ

આ પણ વાંચો :જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો :  નારાયણ સાંઇ સામે વધુ એક ફરિયાદ,જામીન મેળવવા માતાની બિમારીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું