Not Set/ મહેસાણામાં મ્યુકોમાઈક્રોસિસ બીમારીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, નવા કેસોમાં સતત વધારો

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં પણ કોરોનાની સાથે સાથે મ્યુકોમાઈક્રોસિસ નામની બિમારીએ માથું ઊંચક્યું છે. ત્યારે અશ્ચર્યજનક રીતે મહેસાણા જિલ્લામાં 20થી 25 વ્યક્તિઓ આ બિમારીમાં સપડાયા છે. જોકે, જિલ્લામાં હાલમાં આ બિમારીને લઈને કોઈ ખાસ માહિતી કે, વ્યવસ્થા સ્થાનિક સ્તરે ન હોવાથી આ બિમારીથી પીડાતા દર્દીઓને જિલ્લા બહાર સરાવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. તો […]

Gujarat
IMG 20210513 104641 મહેસાણામાં મ્યુકોમાઈક્રોસિસ બીમારીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, નવા કેસોમાં સતત વધારો

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં પણ કોરોનાની સાથે સાથે મ્યુકોમાઈક્રોસિસ નામની બિમારીએ માથું ઊંચક્યું છે. ત્યારે અશ્ચર્યજનક રીતે મહેસાણા જિલ્લામાં 20થી 25 વ્યક્તિઓ આ બિમારીમાં સપડાયા છે. જોકે, જિલ્લામાં હાલમાં આ બિમારીને લઈને કોઈ ખાસ માહિતી કે, વ્યવસ્થા સ્થાનિક સ્તરે ન હોવાથી આ બિમારીથી પીડાતા દર્દીઓને જિલ્લા બહાર સરાવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. તો આ બિમારીનો ખર્ચ પણ મોંઘો છે.

જિલ્લામાં કોરોનાના કેસોને લઈ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સતત જહેમત ઉઠાવી રહ્યું છે. તેવામાં કોરોના પછી દર્દીઓને થતી મ્યુકોમાઈક્રોસિસ જેવી બિમારીના અંદાજે 20થી 25 કેસ જિલ્લામાં સામે આવ્યા છે. તંત્ર દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ અને વડનગર GMERS હોસ્પિટલ ખાતે મ્યુકોમાઈક્રોસિસના રિપોર્ટ, ઇન્ડોર સારવાર, ઇન્જેક્શન અને દવાઓ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બન્ને જગ્યાએ પ્રાથમિક તબક્કે 10-10 મળી કુલ 20 બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.