સુરેન્દ્રનગર/ સ્વામી વિવેકાનંદ સમિતિ અને નવરંગપુરા ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ સમગ્ર રાજય માં કોરોના ની બીજી લહેર જોવા મળી રહી છે જે ખુબ જ  ભયંકર  છે.આ વખતે કોરોના કેસો હેરની સાથેગામડામાં વધુ જોવા મળી રહ્યા છે .ગામડાઓ પણ કોરોનાની ઝપેટ માં આવી ગયા છે.  ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ કોરોના થી સાવચેત રહેવા સતર્ક થઇ રહ્યા છે પાટડી તાલુકાના નવરંગપુરા ગામ […]

Gujarat Others
Untitled 140 સ્વામી વિવેકાનંદ સમિતિ અને નવરંગપુરા ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ

સમગ્ર રાજય માં કોરોના ની બીજી લહેર જોવા મળી રહી છે જે ખુબ જ  ભયંકર  છે.આ વખતે કોરોના કેસો હેરની સાથેગામડામાં વધુ જોવા મળી રહ્યા છે .ગામડાઓ પણ કોરોનાની ઝપેટ માં આવી ગયા છે.  ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ કોરોના થી સાવચેત રહેવા સતર્ક થઇ રહ્યા છે

પાટડી તાલુકાના નવરંગપુરા ગામ મા સ્વામી વિવેકાનંદ સમિતિ અને નવરંગપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને કોરોના સંક્રમણ થી દુર રાખવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નવરંગપુરા ગામ ની એક હજારથી પણ વધુ જનતાને લાભ મળ્યો હતો નવરંગપુરા ગામ ના સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો,સ્વામી વિવેકાનંદ સમિતિના ઉત્સાહિત યુવાનો, અને ખાસ કરીને પાટડી કોવિડ સેન્ટરમાં સેવા આપતા આર.એસ.એસ.ના સ્વયંસેવક અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના પાટડી તાલુકા સંયોજક આયુર્વેદના જાણકાર ચિંતનભાઈ મહેતા દ્વારા આયુર્વેદિક ઉકાળો બનાવી ગામની જનતાને કોરોના નું સંક્રમણ ન લાગે અને મારુ ગામ કોરોના મુક્ત બને તે માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું