Not Set/ જામનગરમાં બુટલેગર સહિતના ટોળાનો પોલીસ પર હુમલો, PSI એ ફાયરિંગ કર્યું

અમદાવાદ: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ દારૂના કેસના આરોપીને પકડવા માટે ગઈ હતી ત્યારે બુટલેગર સહિતના ટોળાએ પોલીસ પર હુમલો કરવાની ઘટના બની હતી. જેમાં પોલીસની ગાડી ઉપર બુટલેગર સહિતના લોકોએ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યાર બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે PSI એ સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરીને ટોળાને કાબુમાં […]

Top Stories Gujarat Others Trending
including the bootlegger crowds attacked on police in jamnagar

અમદાવાદ: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ દારૂના કેસના આરોપીને પકડવા માટે ગઈ હતી ત્યારે બુટલેગર સહિતના ટોળાએ પોલીસ પર હુમલો કરવાની ઘટના બની હતી. જેમાં પોલીસની ગાડી ઉપર બુટલેગર સહિતના લોકોએ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યાર બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે PSI એ સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરીને ટોળાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પોલીસના ચોપડે નોધાયેલા પ્રોહિબિશનના કેસનો આરોપી એવો અરજણ આલા રબારી નામનો શખ્સ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે યોજાયેલા સમાજના એક ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છે તેવી બાતમી જામજોધપુર પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે પીએસઆઈ જે.ડી. પરમાર તેના સ્ટાફના માણસોને લઈને અન્ય જિલ્લામાં દરોડો પાડવા ગયા હતા. પીએસઆઈ પરમાર અને  સ્ટાફના માણસો અરજણને પકડવા માટે આવી રહ્યા છે તેવી જાણ થતાં આરોપી અરજણ સહીતના  ટોળાએ પહેલાં તો પોલીસની ગાડી ઉપર અન્ય વાહન ચડાવી પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફની હત્યા કરી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ આ હુમલામાંથી બહાર આવે તે પહેલાં ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કરી દેતાં સનસનાટી મચી જવા પામી હતી.

જો કે જામજોધપુર પોલીસના પીએસઆઈ જે. ડી. પરમારે પોતાના વાહનમાંથી બહાર નીકળીને ટોળાના હુમલાથી બચવા અને તેને વિખેરવા માટે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જો કે પોલીસના આ ફાયરિંગમાં કોઈને જાનહાની કે ઈજા પહોંચી હોવાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે પીએસઆઈ પરમારે કરેલા ફાયરિંગના કારણે ટોળા વિખેરાઈ ગયા હતા. અને બુટલેગર સહિતના શખ્સો તેમની કારમાં નાસી ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં જામનગર અને દ્વારા એલસીબી અને સ્થાનિક પોલીસના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે જામજોધપુર પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવા અંગે, કાવતરું રચવા અને રાયોટિંગ સહિતના ગુનાની કલમો મુજબ ફરિયાદો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.