Not Set/ લેટર વોર : 49 હસ્તીઓના લેટરના જવાબમાં હવે 61 હસ્તીઓએ રજુ કર્યું ઓપન લેટર

પીએમ નરેન્દ્ર મોદીએ અલગ અલગ ક્ષેત્રોની 49 હસ્તીઓની તરફથી મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા માટે લખેલા પત્રના જવાબમાં હવે 61 સેલિબ્રિટીઓએ ઓપન લેટર રજુ કર્યો છે. આ સેલિબ્રિટીઝે પીએમને લખેલા પત્રને સિલેક્ટિવ ગુસ્સો અને ખોટી નેગેટીવ સેટ કરવાના પ્રયાસ તરીકે વર્ણવ્યું છે. ઓપન લેટર લખનાર હસ્તીઓમાં એક્ટ્રેસ કંગના રનૌત, લેખક પ્રસૂન જોશી, ક્લાસિક ડાન્સર અને સાંસદ […]

Top Stories India
aaw 4 લેટર વોર : 49 હસ્તીઓના લેટરના જવાબમાં હવે 61 હસ્તીઓએ રજુ કર્યું ઓપન લેટર

પીએમ નરેન્દ્ર મોદીએ અલગ અલગ ક્ષેત્રોની 49 હસ્તીઓની તરફથી મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા માટે લખેલા પત્રના જવાબમાં હવે 61 સેલિબ્રિટીઓએ ઓપન લેટર રજુ કર્યો છે. આ સેલિબ્રિટીઝે પીએમને લખેલા પત્રને સિલેક્ટિવ ગુસ્સો અને ખોટી નેગેટીવ સેટ કરવાના પ્રયાસ તરીકે વર્ણવ્યું છે. ઓપન લેટર લખનાર હસ્તીઓમાં એક્ટ્રેસ કંગના રનૌત, લેખક પ્રસૂન જોશી, ક્લાસિક ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ મોહન વીણાના સંગીતકાર પંડિત વિશ્વ મોહન ભટ્ટ અને ફિલ્મનિર્માતા મધુર ભંડારકર અને વિવેક અગ્નિહોત્રીનો સમાવેશ થાય છે.

આ ઓપન લેટરમાં પીએમ મોદીને પત્ર લખનાર 49 કલાકારો અને બૌદ્ધિક વડાઓને દેશના સ્વયંભૂ ગાર્જીયન તરીકે કરાર આપતા કટાક્ષ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમના પત્રો લખવાના હેતુ અંગે પૂછતા, એવું કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ રાજકીય છે. વડાપ્રધાનને પત્ર લખનારા લોકોની પૂછપરછ કરતા, આ લોકોએ કહ્યું કે નક્સલવાદી હુમલામાં આદિવાસીઓ અને ગરીબ લોકોની હત્યા થઈ ત્યારે આ લોકો મૌન હતા.

પીએમને પત્ર લખનાર 49 હસ્તીઓ પર વરસતા 61 સેલિબ્રિટીઝે કહ્યું કાશ્મીરમાં જયારે અલગાવવાદીએ શાળા બંધ કરવી દીધી, ત્યારે આ લોકો ક્યાં હતા? આ ઉપરાંત, જેએનયુમાં થયેલી આઘાતજનક ઘટના વિશે પ્રશ્નો ઉભા કર્યા, તેઓએ દેશના ટુકડા ટુકડા કરનારા નારા પર પોતાની બાત કેમ કરી નથી?

આ દિગ્ગજ હસ્તીઓ છે ઓપન લેટર લખનારાઓમાં…..

49 હસ્તીઓના સામે ઓપન લેટર લખનારા લોકોમાં કંગના રનૌત, સોનલ માનસિંહ,પ્રસૂન જોશી સિવાય સ્વપ્ન દાર ગુપ્તા, અશોક પંડિત, મધુર ભંડારકર, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, માલિની અવસ્થી, મનોજ જોશી, પ્રોફેસર મનોજ દીક્ષિત, સંધ્યા જૈન, ડો. વિક્રમ સંપત, પ્રતિભા પ્રહલાદ, પત્રકારો, લોક કલાકારો અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા જેવા લોકોનો સમાવેશ થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.