PM Aavas Yojna/ ધ્રાંગધ્રામાં દાયકા પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા આવાસના મકાનોની હાલત ખંડેર

ધ્રાંગધ્રા શહેરના રાજપર રોડ પર એક દશકા પૂર્વે બનેલા આવાસ યોજનાના મકાનો હાલ ખંડેર હાલતમાં નજરે પડે છે. કરોડોના ખર્ચે બનેલા આવાસ મકાનો લાભાથીઁઓ રહેવા માટે ગયા પહેલા જ ખૂબ જ જર્જરિત થઈ ગયા છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 12 01T154908.992 ધ્રાંગધ્રામાં દાયકા પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા આવાસના મકાનોની હાલત ખંડેર

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરના રાજપર રોડ પર એક દશકા પૂર્વે બનેલા આવાસ યોજનાના મકાનો હાલ ખંડેર હાલતમાં નજરે પડે છે. કરોડોના ખર્ચે બનેલા આવાસ મકાનો લાભાથીઁઓ રહેવા માટે ગયા પહેલા જ ખૂબ જ જર્જરિત થઈ ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “ઘરના ઘર” સ્વપ્ન અંતર્ગત એકાદ દશકા અગાઉ બનેલા 300થી વધુ આવાસ મકાનોમા મોટા ભાગના આવાસનો ડ્રો પણ થઇ ચુક્યો છે પરંતુ આ મકાનોનું નિર્માણ થયા બાદ આજદિન સુધી ખંડેર હાલતમાં જ પડ્યા રહેવાના લીધે બારી તથા બારણા પણ રહ્યા નથી એટલુ જ નહિ દરેક આવાસ મકાનોના બાથરૂમમાં લગાવેલા પાણીના નળ પણ ચોરાઇ ગયા હોવાનુ સામે આવ્યુ હતુ.

જોકે આવાસ મકાનો નિર્માણ થયા બાદ લગભગ પાંચેક વર્ષ સુધી તો પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ નહિ હોવાના લીધે જ પડ્યા રહ્યા હતા પરંતુ બાદમા ડ્રો કરાયો ત્યાં સુધીમા તો મકાનોનું સવઁસ્વ લુંટાઇ ગયુ હતુ.

ધ્રાંગધ્રા ખાતે તૈયાર કરવામાં આવેલા 300થી વધુ મકાનોમાંથી 250 જેટલા મકાનોનો તો ડ્રો થઇ ચુક્યો છે અને લાભાથીઁઓને સોંપણી પણ કરી દીધી હતી તે પહેલા લાઇટ અને પાણીની સુવિધા નહિ હોવાના અને હવે સુવિધા થયા બાદ મકાનો ખંડેર માફક બની ગયા હોવાના વાંકે આજે પણ પહેલાની માફક જ પડ્યા છે. ત્યારે આવાસ મકાનોના નિમાઁણ માટે થયેલ કરોડોનો ખર્ચ વ્યર્થ ગયો હોય તેવુ સ્પષ્ટ સાબિત થયુ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ