કેન્દ્ર સરકારે પર્યાવરણ બચાવવા અને દેશમાં ગ્રીન એરિયા વધારવા માટે 1400 કિલોમીટર લાંબી ‘ગ્રીન વોલ’ બનાવવાનો નિર્ણય લીધો છે. આ ‘ગ્રીન વોલ’ આફ્રિકા ખંડમાં બનેલી દિવાલની તર્જ પર બનાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બાજુથી આવતી ધૂળને પર્યાવરણીય સુરક્ષા સાથે સુરક્ષિત રાખવાનો છે.
ગુજરાતમાંથી દિલ્હી-હરિયાણા સરહદ સુધી આફ્રિકાના સેનેગલથી જીબુતી સુધી ગ્રીન બેલ્ટની તર્જ પર ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’ બનાવવામાં આવશે. આ દિવાલની લંબાઈ 1400 કિલોમીટરની હશે જ્યારે પહોળાઈ પાંચ કિલોમીટર સુધીની હશે. તે આફ્રિકામાં પર્યાવરણીય પરિવર્તન અને વધતા જતા રણ સામે બાથ ભીડવા માટે બનાવવામાં આવ્યું હતું. તેને ‘સહારાની મહાન લીલી દિવાલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સરકારનો આ વિચાર હજી તેના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ ઘણા મંત્રાલયોના અધિકારીઓ તેના વિશે ખૂબ ઉત્સાહિત લાગે છે. જો આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે તો ભવિષ્યમાં પણ ભારતમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા તે એક ઉદાહરણ સમાન હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.