Not Set/ સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો કર્યો વધારો

નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં સરકારે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારનાં નિર્ણય પછી, મોંઘવારી ભથ્થું (DA) 12 ટકાથી વધીને 17 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકારનાં તાજેતરનાં નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. વળી, તેનો લાભ 62 લાખ પેન્શનરોને […]

Top Stories India
Modi DA સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો કર્યો વધારો

નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં સરકારે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારનાં નિર્ણય પછી, મોંઘવારી ભથ્થું (DA) 12 ટકાથી વધીને 17 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકારનાં તાજેતરનાં નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. વળી, તેનો લાભ 62 લાખ પેન્શનરોને પણ મળશે.

Image result for PM modi for dearness allowance

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનાં જણાવ્યા મુજબ કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાંને 5 ટકા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો લાભ 50 લાખ સરકારી કર્મચારીઓને મળશે. મોંઘવારી ભથ્થું હવે 12 થી વધીને 17 ટકા થયું છે.

prakash સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો કર્યો વધારો

જાણો શું મોંઘવારી ભથ્થું

સરકારી કર્મચારીઓને વધુ સારી રીતે રહેવા માટે સરકાર મોંઘવારી ભથ્થું આપતી હોય છે. આ ઉપરાંત ડી.એ. આપવામાં આવે છે જેથી ફુગાવામાં વધારો થયો હોવા છતાં તેમના જીવનધોરણમાં કોઈ મુશ્કેલી ન આવે. સરકાર જાહેર ક્ષેત્રનાં એકમોનાં કર્મચારીઓને, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) નાં આધારે સરકાર સામાન્ય રીતે ડી.એ.ની ગણતરી કરતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.