Not Set/ નવસારી/આંતરરાજ્ય નકલી માર્કશીટ કૌભાંડ,  ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની અટકાયત 

ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની સંડોવણી જલાલપોર તાલુકા ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ   યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની સંડોવણી ઉપપ્રમુખને આણંદ પોલીસ વધુ તપાસ અર્થે લઈ ગઈ આણંદ પોલીસની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વિદ્યાનગર ખાતેથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું હતું. આ કેસમાં પોલીસે 4 શખ્સની ધરપકડ કરી દસ્તાવેજો, […]

Gujarat Others
હિરેન મૈસુરીયા નવસારી/આંતરરાજ્ય નકલી માર્કશીટ કૌભાંડ,  ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની અટકાયત 
  • ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની સંડોવણી
  • જલાલપોર તાલુકા ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ  
  • યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની સંડોવણી
  • ઉપપ્રમુખને આણંદ પોલીસ વધુ તપાસ અર્થે લઈ ગઈ
  • આણંદ પોલીસની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા

વિદ્યાનગર ખાતેથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું હતું. આ કેસમાં પોલીસે 4 શખ્સની ધરપકડ કરી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. 81 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કૌભાંડીઓ દ્વારા રૂ. 85 હજારમાં બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવી આપતા હતા. ચારેયને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

પોલીસને આ કૌભાન્ડીઓની ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્કેન કરેલી, એડિટ કરી શકાય તેવી માર્કશીટ અને શૈક્ષણિક દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજો એડિટ કરવાનું ફોટોશોપ સોફ્ટવેર પણ મળ્યું હતું. ગુજરાત રાજ્યની સંસ્થાઓની મૌલિક નીલેશ ઉર્ફે ભીખા પટેલ (રહે. પેટલાદ) અને ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારીના હિરેન મૈસુરીયા પાસે બનાવતાતા હોવાની કબૂલાત કરી હતી.

જે અન્વયે આ કેસમાં  વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. નવસારી ખાતેથી હિરેન મૈસુરીયા ની અટકાયત કરવામાં આવી હતી. આ હિરેન મૈસુરીયા જલાલપોર તાલુકા ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છે. આમ પ્રથમિક તપાસમાં ભાજપના યુવામોરચા ઉપપ્રમુખ આ આંતરરાજ્ય નકલી માર્કશીટ કૌભાંડમાં સામેલ હોવાનું જણાઈ રહ્યું છે.

હાલમાં તો આણંદ  પોલીસ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન મૈસુરિયાની સંડોવણી હોવાને મામલે નવસારીથી તેની અટકાયત કરીને આણંદ ખાતે વધુ તાપાસ અર્થે લઇ ગઈ છે. હજુ પણ આ કેસમાં  આણંદ પોલીસની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતાછે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.