Not Set/ વડોદરાના ૧૪ વર્ષીય ખેલાડીએ એક ઇનિંગ્સમાં ૫૫૬ રન ફટકારી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

વડોદરા, બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા આયોજિત ડી કે ગાયકવાડ અન્ડર ૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રિયાંશુ મૂલ્યાએ એક એનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ૧૪ વર્ષીય ખેલાડી પ્રિયાંશુએ માત્ર બે દિવસની ગેમમાં ૫૫૬ રન ફટકારી નેશનલ રેકોર્ડ બ્રેક કરી એક ખાસ ઉપલબ્ધિ મેળવી છે. મોહિન્દર અમરનાથ ક્રિકેટ એકેડમી તરફથી રમતા પ્રિયાંશુ મૂલ્યાએ યોગી ક્રિકેટ એકેડમી સામેની […]

Trending Sports
Cricket વડોદરાના ૧૪ વર્ષીય ખેલાડીએ એક ઇનિંગ્સમાં ૫૫૬ રન ફટકારી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

વડોદરા,

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા આયોજિત ડી કે ગાયકવાડ અન્ડર ૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રિયાંશુ મૂલ્યાએ એક એનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ૧૪ વર્ષીય ખેલાડી પ્રિયાંશુએ માત્ર બે દિવસની ગેમમાં ૫૫૬ રન ફટકારી નેશનલ રેકોર્ડ બ્રેક કરી એક ખાસ ઉપલબ્ધિ મેળવી છે.

મોહિન્દર અમરનાથ ક્રિકેટ એકેડમી તરફથી રમતા પ્રિયાંશુ મૂલ્યાએ યોગી ક્રિકેટ એકેડમી સામેની મેચમાં ૫૫૬ રન ફટકાર્યા હતા. આ સાથે જ પ્રિયાંશુએ પૃથ્વી શોના અન્ડર ૧૬ કેટેગરીનો નેશનલ રેકોર્ડ બ્રેક કર્યો છે.

આ પહેલા પૃથ્વી શોએ અન્ડર ૧૬ કેટેગરીમાં ૫૪૬ રન બનાવી એક રેકોર્ડ બનાવ્યો હતો.

આ ઉપરાંત ૧૪ વર્ષીય ક્રિકેટરે માત્ર ૩૧૯ બોલમાં ૯૮ ચોક્કા અને ૧ સિક્સર ફટકારી અણનમ ૫૫૬ રન બનાવવાની સાથે જ એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

બે દિવસીય ગેમમાં પ્રથમ બેટિંગ કરતા યોગી ક્રિકેટ એકેડમીની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૫૨ અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૮૪ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી.

જયારે મોહિન્દર અમરનાથ ક્રિકેટ એકેડમી ટીમ દ્વારા માત્ર એક ઇનિંગ્સમાં ૮૨૬ રન બનાવ્યા હતા. કુલ ૮૨૬ રનમાંથી ૫૫૬ રન માત્ર પ્રિયાંશુ મૂલ્યાએ બનાવ્યા હતા તેમજ પ્રથમ ઇનિંગ્સમાં વિરોધી ટીમના ૪ બેટ્સમેનોને પેવેલિયનમાં પણ મોકલ્યા હતા.