Not Set/ કર્ણાટક ચૂંટણી જે જીતશે તે જ 2019 લોકસભાની ચુંટણી જીતશે : બાબા રામદેવ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરીનો દિવસ છે. બપોર સુધીમાં નક્કી થઇ જશે કી કર્નાટકમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનશે કે ભાજપની નવી સરકાર.કર્ણાટકમાં બીજેપી-કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ચૂંટણી જંગ છે. 12 મેના કર્ણાટક વિધાનસભામાં ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું હતું. ચૂંટણી બાદ એક્ઝીટ પોલમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ ચાલી રહે છે, હવે મતગણતરી અને પરિણામ બાદ ખબર પડશે […]

India Trending
592079 ramdevfast કર્ણાટક ચૂંટણી જે જીતશે તે જ 2019 લોકસભાની ચુંટણી જીતશે : બાબા રામદેવ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરીનો દિવસ છે. બપોર સુધીમાં નક્કી થઇ જશે કી કર્નાટકમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનશે કે ભાજપની નવી સરકાર.કર્ણાટકમાં બીજેપી-કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ચૂંટણી જંગ છે. 12 મેના કર્ણાટક વિધાનસભામાં ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું હતું. ચૂંટણી બાદ એક્ઝીટ પોલમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ ચાલી રહે છે, હવે મતગણતરી અને પરિણામ બાદ ખબર પડશે કે કોની બનશે સરકાર. હાલ ભાજપે 115 જેટલી સીટો પર આગળ નીકળી ગયું છે જયારે કોંગ્રેસ બહુ પાછળ ચાલી રહી છે, શરૂઆતના રુઝાનોમાં કોંગ્રેસ ફક્ત59 સીટો પર આગળ ચાલી રહી છે. જયારે જેડીએસ 45 સીટો પર આગળ છે.

કર્નાટક વિધાનસભા ચુંટણીને જીતવાના દાવા બધી પાર્ટીઓ કરી છે, પરંતુ યોગગુરુ બાબા રામદેવ ચુંટણીમાં ભાજપ જીતશે તેવો ભરોષો જતાવી રહ્યા છે. તેમણે સોમવારે કહ્યું હતું કે     કર્નાટકની ચુંટણીના પરિણામ રાષ્ટ્રીય રાજનીતિ માટે નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યા છે. બાબા રામદેવે મંગળવારના રોજ કર્નાટકમાં જે જીતશે તે 2019ની ચુંટણી નિર્ણાયક સાબિત થશે. જે પાર્ટી દક્ષિણના આ રાજ્યમાં જીત મેળવશે તે આગલી લોકસભા ચુંટણીમાં જીતનો તાજ પોતાના નામે કરશે. કર્નાટકમાં ભાજપની જીત થશે તેવો ભરોષો બાબા રામદેવે વ્યક્ત કર્યો છે.

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પોતાની બેઠક શિકારીપુરાથી આગળ ચાલી રહ્યા છે.તો, બાદામીથી કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર સિદ્ધારમૈયા આગળ ચાલી રહ્યા છે. વિષ્ઠ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર કનકપુરથી આગળ ચાલી રહ્યા છે.

પરિણામોના વલણ પછી કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે જેડીએસ સાથે ગઠબંધનનો વિકલ્પ  ખુલ્લો છે. તેમણે કહ્યું કે રાજ્યના હિતમાં ફેસલો લઈશું. તેમણે એમ પણ કહ્યું કે દલિત સીએમ પર કોઈ પણ ફેસલો લેવા તૈયાર છે.