કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરીનો દિવસ છે. ત્યારે શેર બજારમાં ભાજપને બઢત મળવાથી તેજી દેખવા મળી રહી છે. ત્યાં રૂપિયો કમજોરીસાથે ખુલ્યો. સેન્સેક્સ 450 અંકની મજબુતીના સાથે 36,000ને પાર ગયો છે અને નિફ્ટી 120 અંકની ઉછાળની સાથે 10930ને પાર ગયો છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે જયારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.7 ટકા મજબુત થયો છે.
બેન્કિંગ, મેટલ, એફએમસીજી, આઈટી, રિયલ્ટી, કેપિટલગુડ્સ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.7 તકની મજબૂતી સાથે 26671ના સ્તર પર પહોંચી ગયો છે. પરંતુ ઓટો અને કન્ઝ્યુમર શેરોમાં દબાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 માંથી 16 શેરો વધીને અને 14 શેરો ઘટીને બંધ રહ્યા છે. ઇન્ફોસિસ, ઇન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, એનટીપીસી જેવા શેરો 1.26 ટકાથી 0.51 ટકા વધતા માર્કેટને ટેકો મળ્યો છે.
યસબેંક, એરટેલ, એમએન્ડએમ, ટીસીએસ એલએન્ડરી રિલાયન્સ 2.17 ટકાથી 0.48 ટકા વચ્ચે ઘટ્યો છે. બજારની તેજીમાં પાવર ગ્રિડ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક એચયૂએલ અને ઓએનજીસી 1-2.8 ટકા સુધી ઉછળ્યો છે.
બપોર સુધીમાં નક્કી થઇ જશે કે કર્નાટકમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનશે કે ભાજપની નવી સરકાર.કર્ણાટકમાં બીજેપી-કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ચૂંટણી જંગ છે. 12 મેના કર્ણાટક વિધાનસભામાં ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું હતું.
ચૂંટણી બાદ એક્ઝીટ પોલમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ ચાલી રહે છે, હવે મતગણતરી અને પરિણામ બાદ ખબર પડશે કે કોની બનશે સરકાર. હાલ ભાજપે 115 જેટલી સીટો પર આગળ નીકળી ગયું છે જયારે કોંગ્રેસ બહુ પાછળ ચાલી રહી છે, શરૂઆતના રુઝાનોમાં કોંગ્રેસ ફક્ત 59 સીટો પર આગળ ચાલી રહી છે. જયારે જેડીએસ 40 સીટો પર આગળ છે.