Not Set/ સુરજેવાલાનો રક્ષામંત્રીને સવાલ, શું ચીને આપણા સૈનિકોનું અપહરણ કર્યુ છે, આગળ આવી જવાબ આપો

પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવવાની ઘટના બાદ દેશમાં રાજકીય આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખની ઘટના અંગે ઈશારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. હવે કોંગ્રેસના રણદીપસિંહ સુરજેવાલાએ એક ટ્વિટમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે. સુરજેવાલાએ […]

India
190377dfcf96406a8d4e7b6af8e0eec1 સુરજેવાલાનો રક્ષામંત્રીને સવાલ, શું ચીને આપણા સૈનિકોનું અપહરણ કર્યુ છે, આગળ આવી જવાબ આપો
190377dfcf96406a8d4e7b6af8e0eec1 સુરજેવાલાનો રક્ષામંત્રીને સવાલ, શું ચીને આપણા સૈનિકોનું અપહરણ કર્યુ છે, આગળ આવી જવાબ આપો

પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવવાની ઘટના બાદ દેશમાં રાજકીય આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખની ઘટના અંગે ઈશારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. હવે કોંગ્રેસના રણદીપસિંહ સુરજેવાલાએ એક ટ્વિટમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે.

સુરજેવાલાએ પોતાની ટ્વિટમાં લખ્યું, ‘@rajnathsingh જી, ચીનનું નામ લખવાથી પણ શું ડર છે? અને આપણા કેટલા સૈનિકો શહીદ થયા છે? તમે આ કેમ નથી બોલી રહ્યા? શું ચીને આપણા સૈનિકોનું અપહરણ કર્યું છે? ગેરમાર્ગે દોરશો નહીં, આગળ આવો અને જવાબ આપો. # WeakestPMModi’

નોંધપાત્ર વાત એ છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લદ્દાખ અથડામણ અંગેનાં એક ટ્વીટમાં ભારતીય સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું, “ગલવાનનાં સૈનિકોની બલિદાનખૂબ વિચલિત કરનાર છે. આપણા સૈનિકોએ અનુકરણીય હિંમત અને બહાદુરી બતાવતા પોતાની ફરજ બજાવી અને ભારતીય સૈન્યની સર્વોચ્ચ પરંપરાઓનું પાલન કરતી વખતે પોતાનું જીવનનું બલિદાન આપ્યું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.