નવી દિલ્હીઃ ભારતીય વિમાન કંપની એર ઇન્ડિયા દુનિયાની ત્રીજા નંબરની સૌથી ખરાબ એરલાઇન્સમાની એક છે. ખરાબ એરલાઇન્સમાં ટોચ પર સેહર ઇલ-અલ એરલાઇન્સ અને બીજા નંબર પર આઇસલેન્ડ એરલાઇન્સ છે. જ્યારે સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સમાં નેધરલેન્ડની કેલએમ એરલાઇન્સની પસંદગી કરવામાં આવી છે.
વિનાની કંપની ફ્લાઇટ્સ્ટેટશે એક સર્વેના આકંડા સાર્વજનિક કરતા જણાવ્યું હતું કે, વિમાન કંપની ફ્લાઇટસ્ટેટસ દર વર્ષે સૌથી સારી અને ખરાબ એર લાઇન્સની લીસ્ટ બહાર પાડે છે. કંપની મુજબ એરલાઇન્સની લીસ્ટ જાહેર કરતા પહેલા અંદાજે 500 માધ્યમો દ્વારા આકડા મેળવવામાં આવે છે. જેમા હાવાઇ યાત્રાની સમય મર્યાદા, એરલાઇન્સની સાફ-સફાઇ, પ્રવાસીઓ સાથેનો વ્યવહાર અને તેમને આપવામાં આવતી સર્વિસના આંકડાનો સમાવેશ થાય છે.
સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સ કંપનીઓમાં કેએલમ(11.74 ટકા), એલબેરિયા (11.82 ટકા), જલ(12.2 ટકા) કતર એરવેજ(13.66 ટકા) ઓસ્ટિયન (14.26 ટકા)નો સમાવેશ થાય છે.
સૌથી ખરાબ એરલાઇન્સમાં ઇલ-અલ (56ટકા) આઇસલેન્ડ (41.05), એર ઇન્ડિયા (38.71 ટકા) ફિલીપાઇન એરલાઇન્સ(38.33) એશિયાના એરલાઇન્સ (37.46 ટકા) ચાઇના ઇસ્ટન એરલાઇન્સ (35.8 ટકા) નો સમાવેશ થાય છે.