Not Set/ #Corona/ આગ્રા મોડલ પર પ્રિયંકા ગાંધી બાદ અખિલેશ યાદવે સરકાર પર કર્યા આકરા પ્રહાર

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં ચેપનો સામનો કરવા માટે ‘આગ્રા મોડેલ‘નાં ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે અહીં જ સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. આટલું જ નહીં, ક્વોરેન્ટાઇન સેન્ટરમાં અવ્યવસ્થા અને ગેરવર્તણૂંકનાં ફોટા પણ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં, વિરોધી પક્ષોએ યુપીની યોગી સરકારને ઘેરી લેવાનું શરૂ કર્યું છે. પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા […]

India
b7d15aa341fb540eacdeb0c18a746188 1 #Corona/ આગ્રા મોડલ પર પ્રિયંકા ગાંધી બાદ અખિલેશ યાદવે સરકાર પર કર્યા આકરા પ્રહાર
b7d15aa341fb540eacdeb0c18a746188 1 #Corona/ આગ્રા મોડલ પર પ્રિયંકા ગાંધી બાદ અખિલેશ યાદવે સરકાર પર કર્યા આકરા પ્રહાર

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં ચેપનો સામનો કરવા માટે આગ્રા મોડેલનાં ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે અહીં જ સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. આટલું જ નહીં, ક્વોરેન્ટાઇન સેન્ટરમાં અવ્યવસ્થા અને ગેરવર્તણૂંકનાં ફોટા પણ સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં, વિરોધી પક્ષોએ યુપીની યોગી સરકારને ઘેરી લેવાનું શરૂ કર્યું છે. પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને હવે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.

આગ્રાનાં મેયરે પત્રમાં લખ્યું છે કે, “હું તમને ખૂબ જ દુઃખી હૃદયથી લખું છું કે મારુ આગ્રા અત્યધિક સકંટનાં સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. આગ્રાને બચાવવા માટે કડક નિર્ણયો લેવાની જરૂર છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. તેથી હું તમને હાથ જોડીને પ્રર્થના કરુ છુ કે મારા આગ્રાને બચાવી લો.” મેયર દ્વારા 21 એપ્રિલે આ પત્ર લખાયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “આગ્રા દેશનું વુહાન બની શકે છે. સ્થાનિક વહીવટ બિનકાર્યક્ષમ સાબિત થયો છે. હોટસ્પોટ વિસ્તારમાં બાંધવામાં આવેલા સંસર્ગનિષેધ કેન્દ્રોની તપાસ ઘણા દિવસોથી કરવામાં આવી નથી. ન તો દર્દીઓ માટે ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ વિસ્ફોટક છે.”

આગ્રામાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેલાયેલી અરાજકતાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો આગ્રા-દિલ્હી હાઇવે પરનાં ક્વોરેન્ટાઇન સેન્ટરનો છે, જ્યાં અલગ લોકો સાથે અસ્પૃશ્ય લોકોની જેમ વ્યવહાર થઇ રહ્યો છે. બંધ ગેટનાં શટરથી લોકોને ખોરાક અને પાણી અપાઇ રહ્યુ છે. વીડિયો વાયરલ થયા પછી આગ્રાનાં જિલ્લા કલેક્ટર પ્રભુ એન સિંહે સીડીઓને તપાસનાં આદેશ આપ્યા છે. અખિલેશ યાદવે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, “મુખ્યમંત્રી દ્વારા બહુચર્ચિત કોરોના સામે લડવાનું આગ્રા મોડેલમેયરનાં જણાવ્યા અનુસાર ફેલ થઇને આગ્રાને વુહાન બનાવી દેશે.” ન તપાસ, ન દવાઓ, ન અન્ય બિમારીઓ માટે સરકાર કે ખાનગી હોસ્પિટલ, ન જીવન રક્ષક કીટ અને તેના પર ક્વોરન્ટાઇન સેન્ટર્સની ખરાબ હાલત પ્રાણ ઘાતક સાબિત થઇ રહી છે. અખિલેશે કહ્યું, “જાગો સરકાર જાગો!” આ પહેલા રવિવારે પ્રિયંકા ગાંધીએ આગ્રાનાં મેયરનાં પત્રનો સાક્ષા કરતા લખ્યું હતું કે, “આગ્રા શહેરની સ્થિતિ ખરાબ છે અને રોજ નવા દર્દીઓ બહાર આવી રહ્યા છે.” આગ્રાનાં મેયર કહે છે કે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મામલો હાથમાંથી નિકળી જશે.

પ્રિયંકાએ કહ્યું, ગઈકાલે મેં પણ આ જ સવાલ ઉભો કર્યો હતો. પારદર્શિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટિંગ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જો કોરોનાને રોકવુ છે તો ધ્યાન યોગ્ય જાણકારી અને યોગ્સ સારવાર પર થવુ જોઈએ. તેમણે કહ્યું કે સરકાર માટે આગ્રાનાં મેયરનાં શબ્દોને પોઝિટીવ રૂપે લેવા અને તાત્કાલિક આગ્રાનાં લોકોને રોગચાળાથી બચાવવા પ્રયાસ કરવું મહત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.