Not Set/ શા માટે થયો હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો ?

પાટણ, પાટણ જીલામાં હાર્દિક પટેલ પર વધુ બે ફરીયાદ નોંધાતાં હાર્દિક ની મુશ્કેલીઓ વધી છે. ચૂંટણી સમયે 10.12.17 ના રોજ સિદ્ધપુરના ગાગલાસણ નજીક જન વેદના સમેલન યોજાયું હતું જેમાં પાસ નેતા હાર્દિક પટેલ ને બિન રાજકીય ભાષણ  કરવાની શરતે સભા યોજવાની મંજૂરી આપવામાં  આવી હતી જોકે ચૂંટણી પત્યાં બાદ એકાદ મહિના પછી વહીવટી તંત્રએ આ […]

India
hardik patel reuters story 647 102917120252 શા માટે થયો હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો ?

પાટણ,

પાટણ જીલામાં હાર્દિક પટેલ પર વધુ બે ફરીયાદ નોંધાતાં હાર્દિક ની મુશ્કેલીઓ વધી છે.
ચૂંટણી સમયે 10.12.17 ના રોજ સિદ્ધપુરના ગાગલાસણ નજીક જન વેદના સમેલન યોજાયું હતું જેમાં પાસ નેતા હાર્દિક પટેલ ને બિન રાજકીય ભાષણ  કરવાની શરતે સભા યોજવાની મંજૂરી આપવામાં  આવી હતી જોકે ચૂંટણી પત્યાં બાદ એકાદ મહિના પછી વહીવટી તંત્રએ આ સભામાં જાહેર સુલેહ શાંતિ ભંગ થઈ હોવાની અને રાજકીય ભાષણ કરી સભાની મંજૂરીની શરતનો ભંગ થયો હોવાનું ધ્યાને આવતા સિદ્ધપુર મામલતદાર દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે હાર્દિક પટેલ અને એક અન્ય વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જોકે ફરિયાદ મોડી કરવા અંગે એબીપી અસ્મિતાએ મામલતદારને પૂછતાં તેઓ જવાબ આપી શક્યા નહતા..ત્યારે આ ફરિયાદ રાજકીય ઈશારે થઈ હોવાનો પાટીદાર સમાજમાં કચવાટ જોવા મળી રહ્યો છે તો ચાણસ્મા નજીક લણવા ગામે આજ દિવસે હાર્દિક પટેલે યોજેલી સભા બાબતે પણ સમી મામલતદારે હાર્દિક પટેલ સહિત અન્ય એક વ્યક્તિ સામે કલમ 188, 114 મુજબ ફરિયાદ નોંધી છે ત્યારે ફરીએકવાર આ મુદ્દે શુ રાજકીય ઘટનાક્રમ સર્જાય છે એ જોવું રહ્યું.