Not Set/ શહેરની તુલનામાં ગામડાઓમાં મોટી સંખ્યામાં થઇ રહ્યુ છે મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 નાં બીજા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે બિહારનાં લોકો બીજા તબક્કા હેઠળ 94 બેઠકો પર તેમના પ્રતિનિધિઓની પસંદગી કરી રહ્યા છે. આજે બીજા તબક્કાનાં મતદાનમાં બંને મુખ્યમંત્રી પદનાં દાવેદારો, આરજેડી નેતા કમ વિપક્ષી નેતા તેજશ્વી યાદવ અને પ્લૂરલ્સ પ્રેસિડેન્ટ પુષ્પમ પ્રિયા ચૌધરી સહિત તેજ પ્રતાપ યાદવ જેવા ઘણા […]

India
sss 29 શહેરની તુલનામાં ગામડાઓમાં મોટી સંખ્યામાં થઇ રહ્યુ છે મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 નાં બીજા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે બિહારનાં લોકો બીજા તબક્કા હેઠળ 94 બેઠકો પર તેમના પ્રતિનિધિઓની પસંદગી કરી રહ્યા છે. આજે બીજા તબક્કાનાં મતદાનમાં બંને મુખ્યમંત્રી પદનાં દાવેદારો, આરજેડી નેતા કમ વિપક્ષી નેતા તેજશ્વી યાદવ અને પ્લૂરલ્સ પ્રેસિડેન્ટ પુષ્પમ પ્રિયા ચૌધરી સહિત તેજ પ્રતાપ યાદવ જેવા ઘણા દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં ​​બંધ થશે.

Bihar election live: Polling percentage at 8.05 per cent till 9 am | India  News | Zee News

આજનાં મતદાન સાથે, 243 સભ્યોવાળી બિહાર વિધાનસભાની 165 બેઠકો પર લડતા પ્રતિનિધિઓનું ભાગ્ય પણ ઇવીએમમાં ​​કેદ થઈ જશે. બીજા તબક્કામાં 2,86,11,164 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આપને જણાવી દઇએ કે, બિહારનાં ગોપાલગંજમાં વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કા દરમિયાન જેડીયુ કાર્યકરની ધરપકડ થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. તેમના પર મતદારોને ચોક્કસ ઉમેદવારની તરફેણમાં મનાવવા માટે દોષિત ઠેરવવાનો આરોપ છે. વિશંભરપુર પોલીસ અધિકારીએ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સનીચરી બજારમાંથી તેમની ધરપકડ કરી હતી. દરમિયાન જિલ્લાનાં માંઝા પોલીસ મથકનાં ભોજપુરવાં ગામમાં મત આપવા જતા બે બાઇક સવારોને ઇજાઓ પહોંચી હતી. તેમને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Bihar Election 2020: A sneak peek of Phase 1 polling in 71 constituencies |  In Pics | Elections News – India TV

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કામાં ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલે બેટિયા વિધાનસભાનાં બૂથ નંબર 61 પર મત આપ્યો હતો. દરમિયાન, ચૂંટણી પંચ મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં 8.5 ટકા મતદાન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ચુસ્ત સુરક્ષા વચ્ચે આજે 17 જિલ્લાની 94 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બિહારનાં મોટા ભાગનાં શહેરની તુલનામાં ગામડાઓમાં મતદાન વધુ થઇ રહ્યુ હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.

US જનતા હિંસાની આશંકા વચ્ચે કરશે મતદાન, જાણો ટ્રમ્પ-બાઇડેનમાં કોણ દેખાઇ રહ્યુ છે આગળ

બિહારમાં આજે બીજા તબક્કાનું મતદાન શરૂ

ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આજે પેટાચૂંટણી, સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન