Tribute/ CM મમતા બેનર્જીએ PMની માતા હીરાબાને શ્રદ્વાંજલિ આપીને કહ્યું ‘મા સે બઢકર કોઇ નહી’ તમે થોડો આરામ કરો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપી. મમતા બેનર્જીએ કહ્યું, “આદરણીય પીએમ, આજનો દિવસ તમારા માટે દુઃખદ અને મોટી ખોટ છે.

India
Chief Minister Mamata Banerjee

Chief Minister Mamata Banerjee:     પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપી. મમતા બેનર્જીએ કહ્યું, “આદરણીય પીએમ, આજનો દિવસ તમારા માટે દુઃખદ અને મોટી ખોટ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન તમને શક્તિ આપે. હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે પશ્ચિમ બંગાળ આવવાના હતા, પરંતુ તમારી માતાના અવસાનને કારણે તમે આવી શક્યા નહીં, પરંતુ વર્ચ્યુઅલ રીતે જોડાયા. હું કહીશ કે તમે થોડો આરામ કરો.  મને ખબર નથી કે તેને કયા શબ્દોમાં વ્યક્ત કરું. તમારી માતાનું અવસાન બહુ મોટી ખોટ છે.”

Chief Minister Mamata Banerjee  મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું, “વડાપ્રધાન, તમારા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. ઉલ્લેખનીય છે કે  પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ હાજર છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Chief Minister Mamata Banerjee  માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સાંજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી, ગાંધીનગરમાં અંતિમ સંસ્કાર કરીને રાજભવન પહોચ્યા હતા અને બંગાળ કાર્યક્રમમાં સામેલ થવાના હતા  પરતું માતાના અવ્સાન બાદ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

mother hiraba/વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હિરાબા સાથે વિતાવેલી યાદગાર ક્ષણની તસવીરો