Not Set/ ‘Amphan’ વાવાઝોડાએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મચાવ્યો કહેર, 9 લોકોએ ગુમાવ્યો જીવ

બંગાળની ખાડીમાં દાયકાનું સૌથી મોટું ચક્રવાત એમ્ફાન પશ્ચિમ બંગાળ, ઓડિશામાં મોટો કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નીપજ્યાં છે, અને હજારો વૃક્ષો અને થાંભલા મૂળમાંથી ઉખડી ગયા છે. હજારો કાચા મકાનો ધ્વસ્ત થઇ ગયા છે. જ્યારે કોઈની છત ઉડી ગઈ છે ત્યારે કોઇનાં મકાન જમીનમાં અંદર ઉતરી ગયા છે. તોફાનમાં નબળાઇ […]

India
a996fe8c42fc8623f7ddf9c8f4747605 1 'Amphan' વાવાઝોડાએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મચાવ્યો કહેર, 9 લોકોએ ગુમાવ્યો જીવ

બંગાળની ખાડીમાં દાયકાનું સૌથી મોટું ચક્રવાત એમ્ફાન પશ્ચિમ બંગાળ, ઓડિશામાં મોટો કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નીપજ્યાં છે, અને હજારો વૃક્ષો અને થાંભલા મૂળમાંથી ઉખડી ગયા છે. હજારો કાચા મકાનો ધ્વસ્ત થઇ ગયા છે. જ્યારે કોઈની છત ઉડી ગઈ છે ત્યારે કોઇનાં મકાન જમીનમાં અંદર ઉતરી ગયા છે. તોફાનમાં નબળાઇ દેખાયા બાદ હવે રાહત અને બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે.

આપને જણાવી દઇએ કે, હવે આ તોફાન નબળું પડી ગયું છે. તોફાનની ગતિ ઓછી થઈ છે. જો કે, કોલકાતા, હાવડા, હુગલી, 24 પરગણા, મિદનાપુરમાં ભારે પવન અને વરસાદ હજુ પણ પડી રહ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. એનડીઆરએફનાં ડીજી એસ.એન.પ્રધાને કહ્યું છે કે, પશ્ચિમ બંગાળનાં કોલકાતા અને ઓડિશામાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રસ્તાઓ પર પડતા વૃક્ષોને કાપીને હટાવવામાં આવી રહ્યા છે.

તોફાન પૂર્વે પશ્ચિમ બંગાળનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાંથી 5 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા અને ઓડિશામાં 1.5 લાખ લોકોને સ્થળાંતર કરાયા હતા. પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા 3 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ  છે. હાવડામાં બે લોકો અને ઉત્તર પરગણા જિલ્લામાં 24 લોકોનાં મોત થયાં છે. કોલકાતામાં 124 મીમી વરસાદ થયો છે. લાઈટ બંધ છે અને ઇન્ટરનેટ સુવિધા બંધ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.