નવી દિલ્હી,
દેશની જાસૂસ NIA (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) એ ગુજરાત સહિત દેશભરમાં આઠ જગ્યાઓએ દરોડા પાડીને ટેરર ફંડિંગનો પર્દાફાશ કર્યો છે.
NIA દ્વારા રાજસ્થાનના જયપુર- સિકર, યુપીના ગોંડા, રાજધાની દિલ્હી, કેરાલાના કસારગોડ અને ગુજરાતના સુરત, વાપીમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ટેરર ફંડિંગને લગતા દસ્તાવેજો મળી આવ્યા છે.
મૂળ રાજસ્થાનનો અને હાલ દુબઈમાં રહેતો મોંહમદ હુસેન મૌલાની આંતકીઓને હવાલાથી નાણાંકીય સહાય કરતો હતો, તેની સામે લૂક આઉટ નોટિસ નીકળી હતી, એનઆઈએએ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોંહમદ હુસેન મોલાની ઉર્ફે બાબલો અબ્દુલ હમીદ મોલાનીને 2૦મી જાન્યુઆરીએ ઝડપી લીધો હતો.
NIA દ્વારા કરાયેલી આ પૂછપરછમાં સુરત અને વાપીમાંથી આંતકીઓને ફંડિંગ કરવામાં આવતુ હોવાનું સામે આવ્યું હતુ, જેના પગલે એનઆઈએની ત્રણ ટીમો ગુજરાત પોલીસને સાથે રાખીને વાપીમાં બે જગ્યા અને સુરતમાં એક જગ્યાએ ફલાહએ ઈન્સાનિયત ફાઉન્ડેશનની ઓફિસમાં દરોડા પાડયા હતા.
NIAના દરોડામાં જેમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે, 26 સીમકાર્ડ, 23 મોબાઈલ, 5 મેમરીકાર્ડ, 5 હાર્ડડિસ્ક, એક પેનડ્રાઈવ, 8 પાસપોર્ટ, 9 ડેબિટકાર્ડ, એક લેપટોપ અને 2 કિલો સોનું, 21 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
ગુજરાતમાંથી ટેટર ફંડિંગ
ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન ટેરર ફંડિગ કેસમાં મોહમદ હુસેન મૌલાની અને અબ્દુલ હામિદની પૂછપરછમાં ટેરર ફડીંગની માહિતી બહાર આવ્યાં બાદ દરોડા પાડયા હતા. એનઆઈએ દ્વારા દિલ્હીમાં આંગડિયા પેઢીમાં છ માસ પહેલા પાડેલા દરોડામાં ટેરર ફંડિગની વિગતો મળી હતી.
ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશનના ઓથા હેઠળ દક્ષિણ ગુજરાતમાંથી ફંડિંગ થતું હોવાની માહીતીના આધારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા સુરત અને વાપીમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં બન્ને જગ્યાએથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા, હાલસમાં એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.