Not Set/ કર્ણાટકના પરિણામ : ભાજપ 104 સીટ પર આગળ, સિદ્ધારમૈયાની ચામુંડેસ્વરી બેઠક પરથી થઇ હાર

બેંગ્લુરુ, કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના વલણ આજે સવારથી ચાલુ થયા હતા. રાજ્યની 222 વિધાનસભાની સીટો પરના બેઠકના પરિણામોમાં વલણ પ્રમાણે ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસના હાથમાંથી સરકાર જતી જોવા મળી રહી છે, તેમજ ત્રીજા પક્ષ તરીકે જનતા દળ(એસ) ઉભરી રહી હતી. સવારે 10.30 વાગ્યે પરિણામોના વલણ જાણવા […]

Top Stories
karnataka elction 3 કર્ણાટકના પરિણામ : ભાજપ 104 સીટ પર આગળ, સિદ્ધારમૈયાની ચામુંડેસ્વરી બેઠક પરથી થઇ હાર

બેંગ્લુરુ,

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના વલણ આજે સવારથી ચાલુ થયા હતા. રાજ્યની 222 વિધાનસભાની સીટો પરના બેઠકના પરિણામોમાં વલણ પ્રમાણે ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસના હાથમાંથી સરકાર જતી જોવા મળી રહી છે, તેમજ ત્રીજા પક્ષ તરીકે જનતા દળ(એસ) ઉભરી રહી હતી.

સવારે 10.30 વાગ્યે પરિણામોના વલણ જાણવા મળેલ છે, તે પ્રમાણે ભાજપ 104 સીટો પર આગળ હતી,તો કોંગ્રેસ 78 સીટો પર આગળ છે,તો જેડીએસ 38 સીટો પર આગળ હતી. જયારે કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ચામુંડેસ્વરી બેઠક પરથી હાર થઇ છે.

12મી મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. હવે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઈ રહી છે.

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પોતાની બેઠક શિકારીપુરાથી આગળ ચાલી રહ્યા છે.તો, બાદામીથી કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર સિદ્ધારમૈયા આગળ ચાલી રહ્યા છે. વિષ્ઠ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર કનકપુરથી આગળ ચાલી રહ્યા છે.

પરિણામોના વલણ પછી કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે જેડીએસ સાથે ગઠબંધનનો વિકલ્પ  ખુલ્લો છે. તેમણે કહ્યું કે રાજ્યના હિતમાં ફેસલો લઈશું. તેમણે એમ પણ કહ્યું કે દલિત સીએમ પર કોઈ પણ ફેસલો લેવા તૈયાર છે.

સવારે 9.30 વાગ્યાનું વલણ

પક્ષ                                    લીડ
ભાજપ 114
કોંગ્રેસ 62
જેડીએસ + 44
અન્ય 02