Not Set/ IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબને ૧૦ વિકેટે હરાવી RCBએ હાંસલ કર્યો એકતરફી વિજય

 ઇન્દોર, ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૦ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા માત્ર ૮૯ રનના ટાર્ગેટનો પીછો કરતા RCBની ટીમે ૮.૧ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો. A one sided affair here in Indore as the @RCBTweets chase down 89 […]

Sports
jdjd IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબને ૧૦ વિકેટે હરાવી RCBએ હાંસલ કર્યો એકતરફી વિજય

 ઇન્દોર,

ઇન્દોરના હોલ્કર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૦ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા આપવામાં આવેલા માત્ર ૮૯ રનના ટાર્ગેટનો પીછો કરતા RCBની ટીમે ૮.૧ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો.

બેંગ્લોરના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલ, ઝડપી બોલર ઉમેશ યાદવ, કેપ્ટન વિરાટ કોહલી રહ્યા હતા, પરંતુ ઉમેશ યાદવને શાનદાર બોલિંગના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. યાદવે ૪ ઓવરમાં માત્ર ૨૩ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ માત્ર ૧૫.૧ ઓવરમાં જ ૮૮ રન બનાવી જ તંબુભેગી થઇ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને ક્રિશ ગેઈલ માત્ર ૧૮ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે ઇનફોર્મ બેટ્સમેન કે એલ રાહુલ પણ ૧૫ બોમાં ૨૧ રન બનાવી ઝડપી બોલર ઉમેશ યાદવનો પ્રથમ શિકાર બન્યો હતો.

બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન એરોન ફિન્ચે ૨૬ રન ફટકાર્યા હતા, ત્યારબાદ પંજાબનો કોઈ પણ બેટ્સમેન RCBના બોલરો સામે ટકી શક્યા ન હતા અને પૂરી ટીમ માત્ર ૮૮ રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી. જયારે બેંગ્લોરની ટીમ તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી જયારે સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

પંજાબ દ્વારા આપવામાં આવેલા માત્ર ૮૯ રનના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરની ટીમે માત્ર ૮.૧ ઓવરમાં જ વટાવી ૧૦ વિકેટે એકતરફી વિજય પોતાના નામે કર્યો હતો. ૮૯ રનના લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર ૨૮ બોલમાં ૬ ચોક્કા અને ૨ સિક્સર ફટકારી ૪૮ રન બનાવ્યા હતા જયારે ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલે ૨૨ બોલમાં ૪૦ રન ફટકાર્યા હતા.