Not Set/ શું તમને શોખ છે ફોટોગ્રાફીનો? જો હા, તો આ એવોર્ડ છે ખાસ તમારા માટે

ભારત સરકાર દ્વારા નેશનલ ફોટોગ્રાફી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે જેમાં વિજેતાઓને એવોર્ડ સાથે કેશ પ્રાઈઝ પણ એનાયત કરવામાં આવે છે. આ 7 મો એવોર્ડ છે. આ એવોર્ડ બે કેટેગરીમાં આપવામાં આવે છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર અને નોન પ્રોફેશનલ ફોટોગ્રાફર. આ એવોર્ડ માટે તમારે તમારી ફોટો એન્ટ્રી મોકલવાની રહેશે. સબમીશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. આ […]

Top Stories India
7th national photography competiton featured image શું તમને શોખ છે ફોટોગ્રાફીનો? જો હા, તો આ એવોર્ડ છે ખાસ તમારા માટે

ભારત સરકાર દ્વારા નેશનલ ફોટોગ્રાફી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે જેમાં વિજેતાઓને એવોર્ડ સાથે કેશ પ્રાઈઝ પણ એનાયત કરવામાં આવે છે. આ 7 મો એવોર્ડ છે. આ એવોર્ડ બે કેટેગરીમાં આપવામાં આવે છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર અને નોન પ્રોફેશનલ ફોટોગ્રાફર.

આ એવોર્ડ માટે તમારે તમારી ફોટો એન્ટ્રી મોકલવાની રહેશે. સબમીશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. આ નેશનલ ફોટોગ્રાફી એવોર્ડમાં કુલ 13 એવોર્ડ રોકડ ઇનામ સાથે એનાયત કરવામાં આવે છે.

આ છે ફોટોગ્રાફી એવોર્ડ સ્પર્ધા માટેની થીમ :

પ્રોફેશનલ કેટેગરી – Women-led Development

નોન પ્રોફેશનલ(Amateur) કેટેગરી – Fairs & Festivals of India

લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મેળવનારને ૩ લાખ રૂપિયાનું ઇનામ મળશે. જયારે પ્રોફેશનલ ફોટોગ્રાફર ઓફ ધ યર વિજેતાને એવોર્ડ સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ મળશે.

આ એવોર્ડની સંપૂર્ણ માહિતી જાણો અહી,