બ્યુનસ આયર્સ,
બ્યુનસ આયર્સમાં આયોજિત G-૨૦ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીનામાં હતા. આ દરમિયાન તેઓએ દુનિયાના ટોચના દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે બેઠક યોજી હતી.
જો કે આ દરમિયાન પીએમ મોદીએ ફૂટબોલ પ્રેમ પણ બતાવ્યો હતો. શનિવારે તેઓ આર્જેન્ટીનાની ટી-શર્ટ સાથે જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ ટી-શર્ટ સાથે એક ફોટો ટેગ કરતા પોતે ટ્વિટ પણ કર્યું હતું અને લખ્યું હતું કે “આ નામંજૂર છે કે કી આર્જેન્ટીના આવે અને ત્યાં ફૂટબોલની રમત અંગે ના વિચારે. ભારતમાં આર્જેન્ટીનાના ખેલાડીઓ ખુબ લોકપ્રિય છે”.
આ ઉપરાંત તેઓએ ટ્વિટમાં લખ્યું હતું કે, “આજે મને ફીફાના પ્રેસીડેન્ટ જઈની ઈનફેંટીનોએ ટી-શર્ટ આપી. આ માટે હું તેઓને ધન્યવાદ કહેવા માંગું છું.
આ ટી-શર્ટની પાછળ નરેન્દ્ર મોદીનું નામ લખાયું છે અને જેનો ફોટો પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે.
G-૨૦ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડના ટોચના લીડર સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આતંકવાદ, કાળુનાણું તેમજ ભાગેડુ આર્થિક કૌભાંડીઓના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા અને દુનિયાના દેશોને એકજૂથતા જાળવવા માટે કહ્યું હતું.
આ સાથે બ્યુનસ આયર્સમાં મળેલા દુનિયાના ટોચના ૨૦ દેશોના સંમેલનના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨માં G-૨૦ સમિટની મેજબાનીને લઈ ઘોષણા કરી હતી.
પીએમ મોદીએ ૨૦૨૨માં આ મેજબાની મળ્યા બાદ ઇટલીને ધન્યવાદ કહ્યું હતું અને G-૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખોને ભારત આવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
જો કે આ પહેલા વર્ષ ૨૦૨૨માં યોજાનારી G-૨૦ સમિટની આયોજન ઇટલીમાં કરવામાં આવ્યું હતું.