Not Set/ દિવાળીની અસર : ખાનગી કાર અને બસોના ભાડામાં 10 થી 30 ટકાનો વધારો

સરકારે દિવાળી વેકેશન ટૂંકાવ્યા બાદ અનેક લોકોએ એડવાન્સમાં દિવાળી વેકેશન માટે પ્લાન કરેલી ટૂર ડિસ્ટર્બ થઈ છે. તેથી આ વર્ષે પેકેજ ટૂર ઓપરેટરો પાસે દિવાળી વેકેશનમાં ફરવાના બુકિંગમાં ઘટાડો થયો છે. વેકેશન નાનું થતાં લોકો હવે ચારથી પાંચ દિવસના ટૂર પ્લાનિંગ તરફ વળ્યા છે. ઓછા દિવસ માટે બહારગામ ફરવા જવા માગતા લોકો મોટા ભાગે ખાનગી […]

Top Stories Ahmedabad Gujarat
chandra2 દિવાળીની અસર : ખાનગી કાર અને બસોના ભાડામાં 10 થી 30 ટકાનો વધારો

સરકારે દિવાળી વેકેશન ટૂંકાવ્યા બાદ અનેક લોકોએ એડવાન્સમાં દિવાળી વેકેશન માટે પ્લાન કરેલી ટૂર ડિસ્ટર્બ થઈ છે. તેથી આ વર્ષે પેકેજ ટૂર ઓપરેટરો પાસે દિવાળી વેકેશનમાં ફરવાના બુકિંગમાં ઘટાડો થયો છે. વેકેશન નાનું થતાં લોકો હવે ચારથી પાંચ દિવસના ટૂર પ્લાનિંગ તરફ વળ્યા છે.

ઓછા દિવસ માટે બહારગામ ફરવા જવા માગતા લોકો મોટા ભાગે ખાનગી બસો કે ખાનગી કારનો ઉપયોગ કરે છે. પણ ડીઝલના ભાવ વધારાના કારણે ભાડા પણ અત્યંત મોંઘા થઈ જતાં આ વખતે ખાનગી બસોના ભાડામાં 10 થી 15 ટકા, ખાનગી કારના ભાડામાં 30 ટકા અને પેકેજ ટૂરના ભાવમાં 10 ટકાનો વધારો ઝિંકવામાં આવ્યો છે.

અમદાવાદથી રાજકોટ વોલ્વોનું ભાડું રૂ. 450માંથી રૂ. 500, સુરતનું રૂ. 400માંથી રૂ. 450, મુંબઈના રૂ. 600માંથી રૂ. 650, જયપુરના રૂ. 700માંથી રૂ. 800 થઈ ગયા છે. જે 15 ટકા વધારા સાથેના છે. કોઈ પણ સ્થળે ખાનગી લકઝરી બસમાં જવા માટે મુસાફરે રૂપિયા 40 થી 100નો વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે.