Not Set/ સામંતશાહી દેશના કોઈ ખૂણે હજુ સુસુપ્ત અવસ્થામાં જિંદા છે?

લોહી ચૂસી નાણા ઉસેટવાની એક પ્રથાથી ઇતિહાસ વગોવાયેલો પડ્યો છે.

India Trending
પુત્રના કફન

કેટલું રોઈ હશે તે ધરતી …તે ક્ષણ કે જયારે એક અભાગી પિતાને તેના પુત્રના કફન માટે ફક્ત ને ફક્ત 500 રૂપિયાનું ઋણ લેવું પડ્યું. પેટનો ખાડો જ્યાં ન પુરાતો હોય ત્યાં મોત માટે મોત થી પણ બદતર નાપાક તત્વો પાસે મજબૂરીવશ હાથ લંબાવવો પડે. અને આ મામૂલી રકમ માટે બંધુઆ મજુર બની સહન ન થાય તેવી યાતનાઓ વેઠવી પડે. વાંચીને જ આવા તત્વો અને આ હતભાગી ક્ષણો માટે નિસાસા નંખાઈ જાય છે. પરંતુ આ અભાગી પિતાએ ન કેવળ પુત્ર ગુમાવ્યો પરંતુ તે પુત્રના કફન માટે સામે ચાલીને હાથ કાપીને આપી દીધા તેમ કહી શકાય. કફનના પૈસા સામે જિંદગી લખાવી લેનારા તત્વો કઈ હદે નિમ્ન માનસિકતા ધરાવતા હશે તે સમજી શકાય તેમ છે.

rina brahmbhatt1 સામંતશાહી દેશના કોઈ ખૂણે હજુ સુસુપ્ત અવસ્થામાં જિંદા છે?

પરંતુ તે હતભાગી પિતાનું નસીબ આ સ્થિતિથી પણ ખરાબ હશે કદાચ, તેથી જ આ પાપીઓ એ કાલુ પવાર પર જુલ્મની દાસ્તાન લખી શકાય તે હદે અત્યાચાર ગુજાર્યા. તેને ઢોર માર માર્યો, માનસિક યાતનાઓ અને છેલ્લી કક્ષાના અપમાનો કર્યા. આ ન સહી શકાય તેવી સ્થિતિમાં આખરે કાલુ પવારે પણ યાતનાઓથીમાંથી મુક્તિ મેળવવા મોત ને વ્હાલું કર્યું. ત્યારે આ હિચકારો બનાવ સાંભળી રૂંવે રૂંવે દર્દનો અહેસાસ થાય છે. મનમાં આક્રોશની આગ ઉઠે છે. અને થાય છે કે, સામંતશાહી દેશના કોઈ ખૂણે હજુ સુસુપ્ત અવસ્થામાં જિંદા છે. કે જ્યાં મામૂલી રકમ સામે જમીન લખાવી ચક્ર્વૃદ્ધિ વ્યાજ વસુલાતું હતું. અને એકવાર વ્યાજે નાણાં લીધા બાદ તે વ્યક્તિ મરે તો પણ આગામી પેઢી તેનું વ્યાજ ચૂકવવા મજબુર બનતી. લોહી ચૂસી નાણા ઉસેટવાની એક પ્રથાથી ઇતિહાસ વગોવાયેલો પડ્યો છે.

તેવામાં માંડ શાંત થયેલ આ નાણા પિપાસા એક મજબૂરને જયારે જીવન ત્યજવા મજબુર કરે ત્યારે આ દંભી સમાજ અને વિકાસના નારા લગાવતી સરકાર સામે થોડો આક્રોશ પ્રગટે છે.. આવા લોકોની આવું કરવાની હિંમત જ કેવી રીતે થાય છે? શું કાયદા નામનો શબ્દ કે પોલીસ જેવો શબ્દ અસ્તિત્વ ધરાવે છે ? જો, કે દેશમાં નિર્ભયા બાદ આવી જ રેપ ટીલ ડેથની ઘટનાઓ સતત બનતી રહે છે.. છાકટા બનતા બેકાબુ તત્વો ગલી-મહોલ્લાની શાન બની આવા ગુના આચરતા રહે છે. તેમને કાયદાના કોઈ પ્રોવિઝન નો ડર નથી. ન પોલીસનો કે અદાલતનો ડર છે.. ત્યારે સવાલ તે ઉઠે છે કે, આવા લોકોને આવા બીભત્સ ગુના આચરવાનું બળ ક્યાંથી મળે છે..

ગરીબી અને મજબૂરીનું આનાથી વધુ પીડાદાયક ઉદાહરણ શું કોઈ હોઈ શકે છે ? ત્યારે મનમાં ગ્લાનિ સાથે કહેવું પડે છે કે, હે પ્રભુ આવા અન્યાયી લોકો પાસે તારી પાસે કઈ લાઠી છે ? અને તું ક્યારે ઉગામીશ ? બાકી અહીં ઉપલબ્ધ કાયદાનું શસ્ત્ર જરા બુઠું જણાય છે..તેની ધાર અસરદાર નથી જેથી દેશમાં આવા હિચકારા બનાવો બને રાખે છે.

PIB Fact Check: નાણામંત્રાલય આપી રહ્યુ છે દર મહિને 130000 રૂપિયા, જાણો આ  વાયરલ ન્યૂઝ પાછળની શું છે સચ્ચાઈ - GSTV

જો, કે તે ન ભુલાય કે આ તે જ મુંબઈ છે કે, જ્યાં દેશના અત્યંત ધનાઢ્યો સુખ સાહ્યબીમાં આળેટે છે..નાણાકીય અસમાનતાનો ખેલ પણ અહીં જ રચાય છે… આ વિશાળ મોહલાતો સામે ગંદકીથી ખદબદતી ધારાવીની ઝૂંપટપટ્ટી પણ છે. અને ગરીબી, મજબૂરી અને લાચારી થી પીડાતો આ વર્ગ ન કેવળ વિકસિત સમાજની શરમ છે બલ્કે વિકાસ નામના રૂપાળા શબ્દ પર સણસણતો તમાચો પણ છે. જો, કે વિકાસશીલ ભારતમાં આજે પણ નદી પાર કરી શાળાએ જતા બાળકો ના ચિત્ર છે તો ગર્ભવતી સ્ત્રીઓને જોળી કરી કે લારીમાં નાખી દૂર હોસ્પિટલ પહોંચાડતા તે બંધુઆ મજૂરોના ચિત્રો પણ છે. અને આનાથી પણ વધુ તો લાશોને પણ અંતિમ વિધિ માટે આ જ પ્રકારે લઇ જતા ચિત્રો પણ પેપરોના પાના સજાવી જતા હોય છે.

તે સિવાય સમાજનો તે વંચિત અને આજેપણ અનટચ બનેલો તબક્કો પણ છે કે, જેના મોત ગટરમાં ગૂંગળાઈ જવાથી થાય છે.. હમણાં જ અમદાવાદમાં પણ આવી ઘટના બની છે. અને આવી ઘટનાઓ બનતી પણ રહે છે. તેમછતાં આધુનિક મશીનરીઓથી આવા કામો પાર પાડવાને બદલે માણસોને ગટરમાં ઉતારવામાં આવે છે. જ્યાં મોત ગમે તે ક્ષણે પલ માં આવી પહોંચે છે.. ત્યારે અહીં ભણેલ ગણેલ અધિકારીઓને પણ દોષિત ન ગણી શકાય ? તેમને શું ખ્યાલ નથી હોતો કે ગટરમાં કાર્બન મોનોકસાઇડ થી ગૂંગળાઈને તત્કાલ મોત થઇ શકે છે..

ત્યારે શું આ પણ એક જાણી જોઈને અવગણવામાં આવતી બાબત નથી? કાળું પવારને મજબુર કરનાર હેવાનો સામે મ્યુ. ના અધિકારીઓ પણ કોઈ રીતે તો જવાબદાર છે ને? ત્યારે ગરીબી સાથે અણનમ જોડાયેલ ભૂખમરો શબ્દ તે ઐયાસ સમાજની બેદરકારી છે. જેમાં મહદ અંશે આયોજનનો અભાવ પણ જવાબદાર હોય છે . ફક્ત ટેક્સના નાણાં એકઠા કરવા પોલિસી મેકિંગ જરૂરી નથી..

અન્યથા આજે પણ દેશમાં સરકારી આંકડાઓ અનુસાર 20 કરોડ લોકો રોજ રાતે ભૂખ્યા સુવે છે અને ભૂખ્યા ઉઠે છે. તો સામે હજારો ટન અનાજ આયોજનના અભાવે ગોદામોમાં સડી જાય છે. તો બીજી તરફ સરકારના જ નિવેદન અનુસાર 80 કરોડ લોકોને એટલે મફત અનાજ આપવું પડે છે કે, જેથી કરીને તેઓ ભૂખ અને ગરીબીનો સામનો કરી શકે… ત્યારે અહીં તેટલું જ કહેવાનો આશય છે કે, દેશમાં વિકાસના હજારો કામો વચ્ચે તે બાબતને પ્રાધાન્ય અપાય કે, કાળું પવાર જેવું જઘન્ય કોઈની સાથે ન બને…કે ન 80 કરોડ જેટલો અધધ આંકડો સરકારી સહાય પર નભે..

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

ટોક્યો પેરાલિમ્પિક્સ / એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે ભારતનો સપાટો, સુમિત અંટિલને જીત્યો ગોલ્ડ મેડલ

તાલિબાનોનો કબજો / તાલિબાનોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ પર કર્યો કબજો ,ઉડાણ પર પણ પ્રતિબંધ મૂક્યો

શુભારંભ / મહિલાઓના પોષણ માટે સરકારની યોજના, સગર્ભા મહિલાઓને અપાશે પૌષ્ટિક લાડુ

ડંખ /  ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહને કોબ્રાએ ડંખ માર્યો….