બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન છેલ્લા ઘણા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. કૃતિ સેનન અને સાઉથના સુપરસ્ટાર એક્ટર પ્રભાસના નામ લાંબા સમયથી જોડાયેલા હતા, ત્યારબાદ અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે ‘આદિપુરુષ’ ફેમ અભિનેતા પ્રભાસ તેનો બોયફ્રેન્ડ નથી.
જો કૃતિ સેનન પ્રભાસ સાથે રિલેશનશિપમાં નથી, તો શું તે બોલિવૂડના અન્ય કોઈ અભિનેતા સાથે રિલેશનશિપમાં છે? તાજેતરમાં, જ્યારે કૃતિ સેનને Instagram પર #AskMeAnything સેશન યોજ્યું, ત્યારે એક ચાહકે તેને ખુલ્લેઆમ આ પ્રશ્ન પૂછ્યો. ફેને પૂછ્યું- તમારા બોયફ્રેન્ડનું નામ શું છે?
ત્યારે સેનને જવાબ આપ્યો- તે એક રહસ્ય છે…. મારા માટે પણ. આનો જવાબ આપ્યા પછી કૃતિ જોરથી હસવા લાગી. આપને જણાવી દઈએ કે કૃતિ સેનન પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાના સમાચારે ત્યારે વેગ પકડ્યો જ્યારે વરુણ ધવને ફિલ્મ ‘ભેડિયા’ના પ્રમોશન દરમિયાન તેમના નામ જોડ્યા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સેનનનો કરિયર ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. તેણે તાજેતરના ભૂતકાળમાં ઘણી મોટી અને હિટ ફિલ્મો કરી છે. હાલમાં જ સેનન કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘શહજાદા’માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
આ પણ વાંચો:ફિલ્મમેકર જોસેફ મનુનું નિધન, માત્ર 31 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
આ પણ વાંચો:રાત્રે હીરોના રૂમમાં બોલાવવા પર… જાણો કંગના રનૌતે હવે કોના પર કાઢ્યો ગુસ્સો?
આ પણ વાંચો: ગંગુબાઈ કાઠિયાવાડીના લૂકમાં આલિયા ભટ્ટને હાઈ એનર્જી પર્ફોર્મન્સ
આ પણ વાંચો:રાખી સાવંતે બુરખો પહેર્યા બાદ પહેલીવાર પહેર્યો આટલો બોલ્ડ ડ્રેસ, જનો શું બોલ્યા યુઝર્સ
આ પણ વાંચો:તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા ‘તારક મહેતા’ એ કર્યા બીજા લગ્ન, સામે આવ્યા ફોટો