અવસાન/ ફિલ્મમેકર જોસેફ મનુનું નિધન, માત્ર 31 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

દિગ્દર્શક તેની પ્રથમ ફિલ્મ નેન્સી રાનીની રિલીઝ માટે તૈયાર હતા પરંતુ કમનસીબે, તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેણે દુનિયા છોડી દીધી. 24 ફેબ્રુઆરીના રોજ એર્નાકુલમ જિલ્લાના અલુવાની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું, તેમને રાજગીરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા થયો હોવાનું સામે આવ્યું છે

Trending Entertainment
જોસેફ મનુ

મલયાલમ ફિલ્મોમાં કામ કરનાર ફિલ્મમેકર જોસેફ મનુ જેમ્સનું નિધન થઈ ગયું છે. તેમની ઉંમર માત્ર 31 વર્ષની હતી. આટલી નાની ઉંમરરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જોસેફના અકાળ મૃત્યુ વિશે જાણ્યા બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

જોસેફ મનુ એ કેરળના એક યુવાન ફિલ્મ નિર્માતા છે. ટૂંક સમયમાં જ તેમની પ્રથમ ફિલ્મ રિલીઝ થવાની હતી.  દિગ્દર્શક તેની પ્રથમ ફિલ્મ નેન્સી રાનીની રિલીઝ માટે તૈયાર હતા પરંતુ કમનસીબે, તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેણે દુનિયા છોડી દીધી. 24 ફેબ્રુઆરીના રોજ એર્નાકુલમ જિલ્લાના અલુવાની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું, તેમને રાજગીરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા થયો હોવાનું સામે આવ્યું છે. અને હેપેટાઇટિસના કારણે તેમનું અવસાન થયું હતું. જેમ્સના અંતિમ સંસ્કાર રવિવારે 26 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:00 વાગ્યે મેજર આર્ચી પિસ્કોપી દ્વારા માર્થા મરિયમ આર્ચડેકોન ચર્ચ કુરાવિલાંગડ ખાતે કરવામાં આવ્યા હતા. જોસેફ પરિણીત હતા. તેમની ફેમિલીમાં તેમની પત્ની નૈના અને તેમના ભાઈ-બહેન છે.

Untitled 110 ફિલ્મમેકર જોસેફ મનુનું નિધન, માત્ર 31 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

જોસેફની પ્રથમ ફિલ્મ નેન્સી રાની ટૂંક સમયમાં રીલીઝ થવાની હતી. જેમાં કલાકારો આહાના કૃષ્ણા અને અર્જુન અશોક મુખ્ય ભૂમિકામાં છે. જોસેફના નિધનની ખબર સાંભળ્યા બાદ આહાનાએ તેના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી કહ્યું હતું કે ‘રેસ્ટ ઈન પીસ મનુ!’ તમારી સાથે આવું ન થવું જોઈતું હતું. તથા  શોક વ્યક્ત કરતા અર્જુનએ જોસેફની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું કે, ‘બહુ જલ્દી ચાલ્યા ગયા ભાઈ’.

જોસેફ મનુએ 2004માં એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તેમણે સાબુ જેમ્સની ફિલ્મ આઈ એમ ક્યુરિયસમાં બાળકની ભૂમિકા ભજવી હતી. વર્ષો સુધી તેમણે મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. ઘણી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યા પછી તે નેન્સી રાની માટે નિર્દેશક બન્યો હતો. જોસેફ એ બનાવેલી  નેન્સી રાની એક એવી છોકરીની વાર્તા છે જે મૂવી સ્ટાર બનવાની ઈચ્છા રાખે છે અને જ્યારે તેને લાંબા સામે સુધી તે માટે રાહ ઓવઈ પડે છે પરંતુ અંતે તેને એક તક મળે છે, ત્યારે તેની સાથે મોટી દુર્ઘટના થઈ જાય છે.

આ પણ વાંચો : રાત્રે હીરોના રૂમમાં બોલાવવા પર… જાણો કંગના રનૌતે હવે કોના પર કાઢ્યો ગુસ્સો?

આ પણ વાંચો : આખરે અક્ષય કુમાર કેનેડિયન નાગરિકત્વ છોડશે, પાસપોર્ટ બદલવા માટે કરી અરજી