કાનપુર/ કાબુ ગુમાવતા ઈલેક્ટ્રિક બસે રસ્તે ચાલતા લોકોને મારી ટક્કર, 6 લોકોનાં મોત અન્ય ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં આજે એક ઈલેક્ટ્રિક બસે કાબુ ગુમાવતા અને પસાર થતા લોકોને ટક્કર મારતા ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા.

Top Stories India
કાનપુર અકસ્માત

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં આજે એક ઈલેક્ટ્રિક બસે કાબુ ગુમાવતા અને પસાર થતા લોકોને ટક્કર મારતા ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના ટાટ મિલ ચારરસ્તા પાસે બની હતી.

આ પણ વાંચો – અકસ્માત / વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર

જણાવી દઇએ કે, સ્પીડમાં આવતી બસે કાબુ ગુમાવી દીધો હતો અને અનેક વાહનો અને રાહદારીઓને ટક્કર મારી હતી. બસ સાથે અથડાયા બાદ આ અકસ્માતમાં ત્રણ કાર અને અનેક બાઇકને નુકસાન થયું હતું. આ પછી બસ એક ટ્રક સાથે અથડાઈને રોકાઇ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પૂર્વ કાનપુરનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રમોદ કુમારે કહ્યું કે બસનો ડ્રાઈવર ફરાર છે, અમે તેને શોધી રહ્યા છીએ. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રિયંકાએ ટ્વીટ કર્યું, “કાનપુરમાં માર્ગ અકસ્માતનાં દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યા. મૃતકોનાં પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”

આ પણ વાંચો – તણાવની સ્થિતિ / યુક્રેનમાં તણાવભરી સ્થિતિમાં ભારતના 18 હજારથી વધુ વિધાર્થીઓ ફસાયા,જાણો વિગત

બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે, કાનપુરમાં બસ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોતનાં સમાચારથી ખૂબ જ દુ:ખ થયું. આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”