કચ્છ,
મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજી ખાસ સમીક્ષા બેઠક
કચ્છમાં અછતની પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને પશુના ઘાસની વિશેષ વ્યવસ્થા કરી છે અને અછત માટે અત્યારથી જ કામગીરી શરુ કરી દીધી છે અને પીવાના પાણી માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ માસથી કચ્છને પાણી પૂરૂ પાડતાં મહત્વનાં ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કચ્છમાં ઊભી થયેલી અછતની પરિસ્થિતિની ભુજ ખાતે જિલ્લાના વહીવટી તંત્ર સાથે ખાસ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને કૃષિ ક્રોપ ઇનપુટ સબસીડી પેટે કચ્છને ફાળવેલી રૂ.247 કરોડની ગ્રાંટમાંથી વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરી અછતગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થાય તે જોવા વહીવટીતંત્રને ખાસ સૂચના આપી હતી.
કચ્છમાં પીવાના પાણીની મુશ્કેલીના કાયમી નિવારણ માટે દરિયાકાંઠાના માંડવી, મુંદરા ખાતે બે ડીસેલીનેશન પ્લાન્ટ નાંખવામાં આગામી ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિ દિવસ પહેલા રાજય સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
ચાલુ માસથી કચ્છને પાણી પૂરૂ પાડતાં મહત્વનાં ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવાનું પણ જણાવ્યું હતું. શુક્રવારે કચ્છની મૂલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે અછત અંગેની સમીક્ષા બેઠક યોજીને કચ્છમાં ખાસ કરીને ઘાસની અને પશુઓ માટેની વ્યવસ્થાની રાજય સરકાર દ્વારા વિશેષ ચિંતા કરવામાં આવતી હોવાનું જણાવી 2016 અને 2017 વર્ષની સરખામણીએ વર્ષે 2018માં ઓગષ્ટ માસ પૂર્ણ થતાં જ કચ્છમાં અછતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું, તેમ જણાવી અગાઉ ૮૦ લાખ કીલોમાં આખું અછત વર્ષમા અપાતાં ઘાસ સામે 208ના વર્ષમાં 4.50 કરોડ કીલો ઘાસ આપી હજી જુલાઇ સુધી ઘાસ અપાશે.
કચ્છમાં ડીસેલીનેશન પ્લાન્ટ વધુ નાખવા બે-ત્રણ સાઇટની વિચારણા ચાલી રહી હોવાનું જણાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી-મુંદરામાં ઉપરાંત લખપત પાસે આવો પ્લાન્ટ નાખવા સરકાર વિચારી રહી હોવાનું પણ જણાવ્યું હતું.