Not Set/ સોશિયલ મીડિયા પર યોગી અને અખિલેશથી પણ વધુ લોકપ્રિય છે IAS ચંદ્રકલા

લખનઉ: અવૈધ રેતી ખનનના મામલે સીબીઆઈ દ્વારા મહિલા IAS અધિકારી બી. ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આ મહિલા IAS ચંદ્રકલા સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવ અને વર્તમાન સીએમ યોગી આદિત્યનાથ કરતા પણ વધુ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. ઉત્તર પ્રદેશમાં અવૈધ રેતી ખનન અંગેના કેસના મામલે કેન્દ્રીય […]

Top Stories India Trending
IAS B. Chandrakala is more popular than Yogi and Akhilesh on Social Media

લખનઉ: અવૈધ રેતી ખનનના મામલે સીબીઆઈ દ્વારા મહિલા IAS અધિકારી બી. ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આ મહિલા IAS ચંદ્રકલા સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવ અને વર્તમાન સીએમ યોગી આદિત્યનાથ કરતા પણ વધુ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.

ઉત્તર પ્રદેશમાં અવૈધ રેતી ખનન અંગેના કેસના મામલે કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઈ) દ્વારા શનિવારે ઉત્તરપ્રદેશ અને દિલ્હીના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, IAS અધિકારી બી.ચંદ્રકલા સહિત વરિષ્ઠ અધિકારીઓનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

બી. ચંદ્રકલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં પોતાનાં અભિયાનો સંદર્ભે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. તેમણે જણાવ્યું હતું કે, આ દરોડા ઉત્તરપ્રદેશનાં જાલૌન, હમીરપુર, લખનઉ, કાનપુર સહિત અનેક જિલ્લાઓની સાથે સાથે જ દિલ્હીમાં પણ પાડવામાં આવ્યા હતા.

અલ્હાબાદ હાઈકોર્ટનાં નિર્દેશ પર સીબીઆઈ દ્વારા આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બી.ચંદ્રકલાનું ઘર યોજના ભવન નજીક સફાયર એન્ડ વિલામાં છે. હાલ બી.ચંદ્રકલા કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. યુપીમાં તેમની છબી એક કડક અને ઇમાનદાર અધિકારી તરીકેની રહી છે. પહેલા બુલંદશહેર, હમીરપુર સહિત અનેક જિલ્લાઓમાં ડીએમ ચંદ્રકલાએ પોતાનાં કામ અને કડક અંદાજનાં કારણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સીબીઆઈએ ચંદ્રકલાનાં હમીરપુર સ્થિત મકાન પર પણ દરોડા પાડ્યા હતા.

બી.ચંદ્રકલા 2008 બેંચની IAS અધિકારી છે. ચંદ્રકલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાના મામલે IAS અધિકારી બી. ચંદ્રકલા ઉત્તરપ્રદેશનાં વર્તમાન CM યોગી આદિત્યનાથ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરતા પણ ઘણાં આગળ છે. ફેસબુક પર ચંદ્રકલાનાં 86,36,348 કરતા પણ વધારે ફોલોઅર્સ છે. જયારે તેની સામે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ફોલોઅર્સની સંખ્યા 68,16,363 છે.