આસામમાં આફત/ ભારે વરસાદ અને વાવાઝોડાની વચ્ચે વીજળી પડી, આઠ લોકોના મોત

આસામમાં વીજળી, વાવાઝોડા અને ભારે વરસાદને કારણે બે બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે.

India
hurricanes

આસામમાં વીજળી, વાવાઝોડા અને ભારે વરસાદને કારણે બે બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) અનુસાર, ‘બોરડોઇસિલા’ ગુરુવારથી આસામના ઘણા ભાગોને ભીંજવી દીધા છે. રાજ્યમાં ઉનાળાની ઋતુમાં વાવાઝોડા સાથેના વરસાદને ‘બોર્ડોઈસિલા’ કહેવામાં આવે છે.

સરકારી બુલેટિન મુજબ તોફાન અને વરસાદને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. ASDMA અનુસાર, શુક્રવારે ડિબ્રુગઢમાં ભારે વાવાઝોડાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 12 વર્ષનો એક બાળક પણ છે.

વાવાઝોડા અને વરસાદને કારણે ગુરુવારે બારપેટા જિલ્લામાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ગોલપારા જિલ્લામાં એક 15 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો હતો, એમ સત્તાધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા બે દિવસમાં વરસાદમાં ઓછામાં ઓછા 7,378 મકાનો અને અન્ય બાંધકામોને નુકસાન થયું છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 17 એપ્રિલ સુધી પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે 17 એપ્રિલે નાગાલેન્ડ-મણિપુર-મિઝોરમ-ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો:સીએમ પ્રમોદ સાવંતે લોકોને સતર્ક રહેવાની આપી છે સલાહ

ગુજરાતનું ગૌરવ