Not Set/ લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારી નોકરીમાં સવર્ણોને મળશે અનામત

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા મોદી સરકારે દેશના સવર્ણોને એક મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે […]

Top Stories India Trending Politics
Modi government's decision before Lok Sabha election, 10 % reservation will be given to Upper Caste for government jobs

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા મોદી સરકારે દેશના સવર્ણોને એક મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.

આગામી ત્રણ મહિના પછી આવનારી લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ માસ્ટર સ્ટ્રોક ફટકારવામાં આવ્યો છે. જેના અંતર્ગત મોદી સરકારે દેશના સવર્ણોને સરકારી નોકરીઓમાં લાભ આપવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવેથી સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.

આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયનું ભાજપ પાર્ટીએ સ્વાગતકરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, ગરીબ સવર્ણોને અનામત મળવી જોઇએ. પીએમ મોદીની નીતિ છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’, સરકારે સવર્ણોને તેમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે.

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, મોદી સરકારે લીધેલો આ નિર્ણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને કર્યો છે. સવર્ણ સમાજમાં પણ ગરીબ લોકો હોય છે અમને પણ પ્રગતિનો લાભ મળે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવા બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરૂ છું.