ચેતવણી/ કોરોનાની ત્રીજી લહેર આવશે : મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજ્યરાઘવન

કોરોનાની ત્રીજી લહેર આવશે

India
vijay raghavan કોરોનાની ત્રીજી લહેર આવશે : મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજ્યરાઘવન

દેશમાં કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે,હાલમાં કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી રહી છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજ્યરાઘવનને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે જે પ્રમાણે વાયરસ ફેલી રહ્યો છે તે જોતાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવશે,પરતું એ કહેવું મુશ્કેલ છે કે ત્રીજી લહેક કેવા સ્તરની હશે.અમારે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે.

વિજ્યરાઘવને કહ્યું કે કોરોના વાયરસ જુદા જુદા વેરિયન્ટ મૂલ સ્ટ્રેનની જેમ ફેલે છે. એ અન્ય કોઇ રીતે ફેલી શકતાં નથી.. વાયરસના મૂલ સ્ટ્રેનની જેમ માણસને સંક્રમિત કરે છે અને શરીરમાં પ્રવેશે છે અને તે વધુ સંક્રમિત થઇ જાય છે.તેમણે વધુમાં કહ્યું હતું કે હાલનો વેરિયન્ટ સામે વેક્સિન પ્રભાવી છે,નવા વેરિયન્ટ ભારત સહિત વિશ્વની સામે આવશે,અને તે વેરિયન્ટ વધારે હશે અને દારે સંક્રમિત કરશે.ભારત અને દુનિયાના વૈજ્ઞાનિક આ પ્રકારના વેરિયન્ટનું પૂર્વઅનુમાન લગાવી અને તેની સામે કામ કરવા માટે ચેતવણી અને સંશોધન વિકાસવવાનું કામ કરી રહ્યા છે.