ઈ-લોકાર્પણ/ હવે કાલાવડથી પાળ ચોકડી જઈ શકાશે, રવિવારે CM રૂપાણી કરશે બીજા રીંગ રોડનું ઈ-લોકાર્પણ

રૂડા દ્વારા રીંગરોડ-2, ફેઝ-2 માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં 6.2 કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. 8.11 કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.

Gujarat Rajkot
Untitled 64 હવે કાલાવડથી પાળ ચોકડી જઈ શકાશે, રવિવારે CM રૂપાણી કરશે બીજા રીંગ રોડનું ઈ-લોકાર્પણ

વાહન ચાલકોએ હવે કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધી જવા માટે 150 ફૂટ રીંગ રોડ કે ગોંડલ ચોકડી સુધી જવાની જરૂરીયાત નહીં. કાલાવડ રોડથી સીધુ જ ગોંડલ રોડ સુધી જઈ શકશે. રૂડા દ્વારા રાજકોટની ફરતે બનાવવામાં આવી રહેલા રીંગરોડ-2 ફેઈઝ-2 પાળ ચોકડીથી ગોંડલ હાઈવે સુધીના રસ્તા અને બ્રિઝના કામનું આગામી રવિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

રૂડા દ્વારા રીંગરોડ-2, ફેઝ-2 માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં 6.2 કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. 8.11 કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.  આમ રૂડા રીંગરોડ-2, ફેઝ-2ની બ્રીજ સાથેની કામગીરી કુલ રકમ રૂ.17.57 કરોડનાં ખર્ચે માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં વરદ્ હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના ગૌરવભર્યા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે  8 ઓગસ્ટના  રોજ શહેરીજન સુખાકારી દિવસે ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.

Untitled 65 હવે કાલાવડથી પાળ ચોકડી જઈ શકાશે, રવિવારે CM રૂપાણી કરશે બીજા રીંગ રોડનું ઈ-લોકાર્પણ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગરોડ-2, ફેઝ-2, કાલાવડ હાઇવેથી ગોંડલ હાઇવે સુધીનાં 3(ત્રણ) મેજર બ્રીજ સાથે 11.20 કિ.મી.નાં 2-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. 25.82 કરોડનાં ખર્ચે પૂર્ણ કરેલ છે

આ પણ વાંચો : સ્વતંત્ર દિવસ પહેલા રાજધાનીમાં હાઈએલર્ટ, લાલ કિલ્લાની પણ સુરક્ષામાં કરાયો વધારો