ગુજરાત/ ગાડીના કાચ તોડીને બેગની ઉઠાંતરી કરતી તમિલનાડુની ત્રીચી ગેંગને પકડવામાં સુરત પોલીસને સફળતા

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગની ધરપકડ કરતા સુરત, આણંદ અને રાજકોટ સહિત કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

Gujarat Surat
તમિલનાડુની

@અમિત રૂપાપરા 

ફોરવીલર ગાડીના કાચ તોડીને ગાડીમાં રહેલી બેગની ઉઠાનતરી કરનારી તામિલનાડુની ત્રીચી ગેંગને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગની ધરપકડ કરતા સુરત, આણંદ અને રાજકોટ સહિત કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ આરોપી તમિલનાડુંના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

7 એપ્રિલ 2023ના રોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં કેતન દોશી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરેથી 4.80 લાખ રૂપિયા રોકડા કોફી કલરની બેગમાં મૂકી પોતાની કારમાં અડાજણ આનંદમહલ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે એક અજાણ્યા હિસાબે કારની આગળ આવી તેમને રોડ ઉપર પૈસા પડ્યા છે તેવું જણાવી તેમની નજર ચૂકવી કારમાં પૈસા ભરેલી બેગની ચોરી કરી આ ઈસમ ભાગી ગયો હતો એટલે કે રસ્તા ઉપર પડેલ 10-10ની નોટો લેવામાં ફરિયાદીએ 4.80 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

તો આ સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે અને જહાંગીરપુરા ડભોલી બ્રિજ નીચેથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓમાં સજીવન સેરવૈ, નમસીવાયન સેરવૈ, થામરાઈસેલવન સેરવૈ, ધનગોપલ સેરવૈ, સરન સેરવૈ, મની મુદલીયાર, વાસુદેવ મુદલીયાર, મદન સેરવૈ, અયપ્પન સેરવૈ અને ડેવિડ પિલઈનો સમાવેશ થાય છે

પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2,59,700 રોકડા, લોખંડના 97 નંગ નાનાછરા આ ઉપરાંત પાંચ મોબાઇલ અને દોરી રબર બેન્ડ હેર પીન વડે બનાવેલ ચોકલેટના રેપરની એક ગીલોલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. પોલીસે દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ધન ગોપાલ નામના આરોપી સામે અગાઉ કોલકોટા, એન24પીજીએસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.  આ ઉપરાંત થામરાઈ સેલવન નામના આરોપી સામે તિરુચિરાપલ્લીના અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં લૂંટ, બકરા ચોરી, વાહન ચોરી અને એનડીપીએસ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત આરોપી શરણ સામે લાયુત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો અને પુથ્થુકાટટુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનું ગુનો નોંધાયો છે.

આરોપીઓ પાસેથી આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે, આરોપીઓ આજુબાજુના ગામના જ છે અને આ જ પ્રકારે ચોરી કરતી તેમની બીજી પણ કેટલીક ટોડકી છે. જેમાં 30થી વધુ ઈસમો છે અને તેઓ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ જઈને આ પ્રકારે ચોરી કરે છે. આરોપીઓની ચોરી કરવાની રીત એવી છે કે,.પહેલા તો તેઓ કારનો કાચનો દરવાજો ગીલોલમાં છરા મૂકીને તોડી નાખે છે અને કારમાંથી રહેલી વસ્તુ લઈને ભાગી જાય છે. બીજી રીતમાં કે તેઓ રસ્તા પર રૂપિયા નાખીને કારમાં રહેલા વ્યક્તિનું ધ્યાન આ પૈસા તરફ ખેંચી વસ્તુની ચોરી કરે છે. આ ઉપરાંત ગાડીમાંથી ઓઈલ ટપકે છે તેવું જણાવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ ઉપરાંત કેટલીક જગ્યા પર બેંકમાં નજર ચૂકવીને આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે. તો કેટલીક જગ્યા પર મેલુ નાખીને પણ ચોરી કરાવે છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આજે 10 આરોપીઓ છે તેનું ટીમ લીડર કિટુ વેલુ નામનો છે. આ ટીમ લીડર એન્થોન્યારપુરમ ગામનો વતની છે. તમામ આરોપી તેના ટીમ લીડર કિટુ સાથે 23 એપ્રિલ 2023ના રોજ પોતાના ગામથી બસમાં બેંગ્લોર પહોંચ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રના શિરડી પહોંચ્યા હતા અને શિરડીથી 5 એપ્રિલના રોજ સવારે સુરત આવ્યા હતા અને સહારા દરવાજા ખાતે ઉતરી રેલવે સ્ટેશનથી બસમાં બેસી જહાંગીરપુરા ખાતે જઈ તાપી નદીમાં તેઓ નાહી ધોઈને અડાજણના આનંદ મહલ રોડ પર ગુનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ આ તમામ ગેંગના સભ્યો રિક્ષામાં બેસી કામરેજ ગયા હતા ત્યાંથી બસમાં બેસી વડોદરા અને ત્યાંથી ડાકોર દર્શન કરી આજ એમોથી આણંદમાં ગુનાને અંજામ આપ્યો હતો. અમદાવાદથી તેઓ બસમાં બેસી રાજકોટ ગયા હતા અને 12 એપ્રિલના રોજ તેઓ સોમનાથ ગયા અને 14 એપ્રિલે સોમનાથથી તેઓ નીકળી સુરત પરત ફર્યા હતા અને આ પ્રકારે અન્ય ગુનાને અંજામાં આપવા માટે સુરત પરત આવતા આરોપીઓ પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ