અમદાવાદ/ સાબરમતી જેલમાં 20 કેદીઓ અને બે પોલીસ કર્મી સ્ટાફ કોરોના પોઝિટિવ

જેલના તમામ સ્ટાફનો કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. જયારે 20થી વધારે કેદીઓને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો છે.

Top Stories Gujarat
jail સાબરમતી જેલમાં 20 કેદીઓ અને બે પોલીસ કર્મી સ્ટાફ કોરોના પોઝિટિવ

અમદાવાદમાં કોરોના નવા કેસમાં ધરખમ વધારો  થઈ રહ્યો છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 20 કેદીઓ સાથે બે પોલીસ કર્મચારીઓનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. સેન્ટ્રલ જેલમાં હાલ 3480 કેદીઓ છે. આ જેલમાં દરરોજના નવા નવા કેદીઓ આવી રહ્યા છે. જેથી કોરોના સંક્મણ ન ફેલાય તે માટે આઈસોલેશન રુમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. નવા કેદીઓ પ્રવેશે છે તો તેઓનું સૌ પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવતું હોય છે અને જે તે પોઝિટિવ આવે તો તેને અલગ રાખવામાં આવતો હોય છે.

સેન્ટ્રલ જેલમાં આજથી કેદીઓ અને જેલના તમામ સ્ટાફનો કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. જયારે 20થી વધારે કેદીઓને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો છે. જો કે, સાવચેતીના પગલે જેલમાં દરરોજ હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેલમાં રહેલા 3523 કેદીઓ પ્રથમ ડોઝ અને 2000 કેદીઓ બીજો ડોઝ પૂર્ણ થઈ ગયો છે.

રાજ્યમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12735  નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ  4340માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 2955 માં નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1207  કેસ, રાજકોટમાં 461 ,, વલસાડમાં  340કેસ, ગાંધીનગરમાં 212,કેસ, ભરૂચમાં  284  કેસ, સુરત ગ્રામ્યમાં 464 કેસ, ભાવનગરમાં  202કેસનોંધાયા છે,જામનગરમાં 210, કચ્છમાં 159 કેસ  નોંધાયા  છે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી6096  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63610 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી8 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  9,22,750સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,52,471પહોંચી ગઇ છે.