Not Set/ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ નામો અગ્રેસર જાણો

કેન્દ્રથી ઘણા બધા મોટા નેતાઓ તથા ત્રણ નિરીક્ષકો ગુજરાતમાં આવેલા છે અને ધારાસભ્ય દળની બેઠકમાં નવા નામનું એલાન કરવામાં આવશે

Top Stories
cm ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ નામો અગ્રેસર જાણો

ગુજરાતને આજે નવા મુખ્યમંત્રી મળશે  છે, વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ આખા રાજ્યમાં ભારે હલચલ છે અને કમલમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રથી ઘણા બધા મોટા નેતાઓ તથા ત્રણ નિરીક્ષકો ગુજરાતમાં આવેલા છે અને ધારાસભ્ય દળની બેઠકમાં નવા નામનું એલાન કરવામાં આવશે ત્યારે નવા નામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનો નવો સીએમ કોણ હશે તેનો અંતિમ નિર્ણય અંતે તો ભાજપ હાઇકમાન્ડ જ કરશે ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ નામો સામે આવી રહ્યા છે.

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની અંદર માત્ર ત્રણ નામો પર જ ચર્ચા ચાલી રહી છે. સી આર પાટીલની સાથે સાથે નીતિન પટેલ અને આર.સી.ફળદુના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. નીતિન પટેલ રાજ્યનાં સૌથી મોટા ભાજપ પાટીદાર નેતા કહી શકાય અને અત્યારે તેમનું નામ જ સૌથી વધારે આગળ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડ છેલ્લે કોના માથે કળશ ઢોળે છે તેના પર સૌ કોઇની નજર છે ત્યારે અત્યારે તો ત્રણ નામો સૌથી વધારે ચર્ચામાં છે.