Cricket/ પાંચમી ટેસ્ટનું રદ થવુ ભારે પડ્યું? હવે IPL માંથી ઈંગ્લેન્ડનાં આ ખેલાડીએ પરત ખેંચ્યુ નામ

તાજેતરની ભારત સામેની સીરીઝમાં વોક્સે નીચા ક્રમમાં સારી બેટિંગ કરી બતાવી હતી. તેણે વિકેટ પણ લીધી હતી. સ્વાભાવિક છે કે ટીમ તેની અછત અનુભવાશે.

Sports
1 189 પાંચમી ટેસ્ટનું રદ થવુ ભારે પડ્યું? હવે IPL માંથી ઈંગ્લેન્ડનાં આ ખેલાડીએ પરત ખેંચ્યુ નામ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડનાં ત્રણ ખેલાડીઓએ મોટો નિર્ણય લીધો છે. જોની બેયરસ્ટો, ડેવિડ મલાન અને ક્રિસ વોક્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-14 નાં બીજા ભાગમાંથી પોતાનુ નામ ખેંચી લીધુ છે. આપને જણાવી દઇએ કે, ભૂતકાળમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ રમવા માટે ભારતીય ખેલાડીઓ વચ્ચે સર્જાયેલી મૂંઝવણ બાદ ઈંગ્લેન્ડનાં ખેલાડીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. અને તેના ઘણા ખેલાડીઓએ નારાજગી દર્શાવવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) પાર્ટ-2, જે થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે, તેમાથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

1 190 પાંચમી ટેસ્ટનું રદ થવુ ભારે પડ્યું? હવે IPL માંથી ઈંગ્લેન્ડનાં આ ખેલાડીએ પરત ખેંચ્યુ નામ

આ પણ વાંચો – IND vs ENG / જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

આપને જણાવી દઇએ કે, ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ જોની બેયરસ્ટો, ડેવિડ માલને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ આઈપીએલમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. અને હવે ક્રિસ વોક્સે પણ બાકીની મેચોમાં ન રમવાની જાહેરાત કરી છે.  પરિણામ એ આવશે કે દિલ્હી કેપિટલ્સ હવે આ ઓલરાઉન્ડરની સેવા મેળવી શકશે નહીં. તાજેતરની ભારત સામેની સીરીઝમાં વોક્સે નીચા ક્રમમાં સારી બેટિંગ કરી બતાવી હતી. તેણે વિકેટ પણ લીધી હતી. સ્વાભાવિક છે કે ટીમ તેની અછત અનુભવાશે. જો કે તેણે રમવાનુ પસંદ કર્યુ હોત તો તે વર્લ્ડ કપ માટે મદદરૂપ બન્યું હોત, પણ ખબર નથી કે આ ઈંગ્લેન્ડનાં ખેલાડીઓને શું થયું છે! દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈંગ્લિશ ઓલરાઉન્ડરે વ્યક્તિગત સમસ્યાઓને ટાંકીને આઇપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા શનિવારે પંજાબ ઈલેવને ડેવિડ મલાનનાં સ્થાને દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન એડેન માર્કરામનું નામ જાહેર કર્યું હતું. પંજાબ કિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે, ડેવિડ મલાને ટી 20 વર્લ્ડ કપ પહેલા પોતાના પરિવાર સાથે થોડા દિવસો વિતાવવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે અમે તેના સ્થાને માર્ક્રમનું નામ ઉમેર્યું છે. વળી, અન્ય ઈંગ્લિશ ખેલાડી જોની બેયરસ્ટોની સેવા પણ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

1 191 પાંચમી ટેસ્ટનું રદ થવુ ભારે પડ્યું? હવે IPL માંથી ઈંગ્લેન્ડનાં આ ખેલાડીએ પરત ખેંચ્યુ નામ

આ પણ વાંચો – Funny Incident / ચાલુ મેચમાં અચાનક મેદાનમાં આવી ગયો આ શ્વાન, પછી જે થયુ તે જુઓ

ગયા મહિને જ પંજાબે ફાસ્ટ બોલર નાથન એલિસને સાઇન કર્યો હતો. વળી, આ ટીમે લેગ સ્પિનર ​​આદિલ રશીદને પણ ઝાય રિચાર્ડસનની જગ્યાએ પસંદ કર્યો છે. વળી, KKR એ કાંગારૂ સીમર પેટ કમિન્સનાં સ્થાને ટીમ સાઉદીનો સમાવેશ કર્યો હતો, જ્યારે રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયાનાં એડમ ઝામ્પાની જગ્યાએ શ્રીલંકાનાં વૈનિંદુ હસરંગાને ટીમમાં સામેલ કર્યો હતો. અને આ ખેલાડીઓનાં આગમન સાથે ટુર્નામેન્ટમાં વધુ સારો રંગ જોવા મળશે.