Cricket/ રિટાયર્ડ થઉ તે પહેલા ભારતમાં જઇને આ કામ કરવા માંગુ છું : ડેવિડ વોર્નર

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા તે ઓસ્ટ્રેલિયન ટીમને ભારતમાં અને ઈંગ્લેન્ડમાં એશીઝ સીરીઝમાં જીત અપાવવા માંગે છે. વોર્નરની ગણતરી હાલમાં વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.

Sports
વોર્નર

ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ડેવિડ વોર્નરે સંકેત આપ્યા છે કે, તે 2023માં ઈંગ્લેન્ડમાં એશીઝ સીરીઝ સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખી શકે છે. 35 વર્ષીય વોર્નરે તેના મર્યાદિત ઓવરોનાં ફોર્મેટને વધારવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ચર્ચા કરી છે, પરંતુ તેણે કહ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા તે ઓસ્ટ્રેલિયન ટીમને ભારતમાં અને ઈંગ્લેન્ડમાં એશીઝ સીરીઝમાં જીત અપાવવા માંગે છે. વોર્નરની ગણતરી હાલમાં વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે, પરંતુ ભારતીય પીચો પર તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી.

વોર્નર vs India

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / કોરોનાની ઝપટમાં આવ્યુ પ્રીમિયર લીગ, 103 ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં જણાવ્યા અનુસાર વોર્નરે કહ્યું, ‘અમે હજુ સુધી ભારતમાં ભારતને હરાવ્યું નથી. આવું કરવું અદ્ભુત હશે, અને અલબત્ત ઈંગ્લેન્ડ પણ. અમે 2019 માં સીરીઝ ડ્રો કરી હતી, પરંતુ ત્યાં સુધી રમવાની અને ફરીથી ત્યાં જવાની આશા રાખુ છુ. ઈંગ્લેન્ડમાં 2019ની એશીઝ સીરીઝ રમાઈ હતી, જે ડ્રો માં સમાપ્ત થઈ હતી. વોર્નરે ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની પણ પ્રશંસા કરી હતી. જણાવી દઇએ કે, વોર્નરની ગણતરી હાલમાં વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે, પરંતુ ભારતીય પીચો પર તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. વોર્નરે ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની પણ પ્રશંસા કરી હતી. આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડમાં ત્રણ સીરીઝમાં 13 ટેસ્ટ અને ભારતમાં બે સીરીઝમાં આઠ ટેસ્ટ રમનાર વોર્નરનો બન્ને દેશોમાં રેકોર્ડ ખરાબ છે. તેણે આ બન્ને દેશમાં અનુક્રમે 26 અને 24ની એવરેજથી રન બનાવ્યા અને એક પણ સદી ફટકારી શક્યો નહીં.

વોર્નર

આ પણ વાંચો – IND vs SA / દ.આફ્રિકા વિરુદ્ધ શમીનો જોવા મળ્યો પંચ, ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી

ડેવિડ વોર્નરે કહ્યું કે, મને લાગે છે કે જેમ્સ એન્ડરસને આજનાં સમયમાં બાકીનાં ખેલાડીઓ માટે બેન્ચ માર્ક સેટ કર્યો છે. એન્ડરસન 39 વર્ષનો છે, તેણે મર્યાદિત ઓવરોનાં ફોર્મેટમાં રમવાનું છોડી દીધું છે પરંતુ તે ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. વોર્નરની વાત કરીએ તો તે આ એશીઝ સીરીઝમાં સારા ફોર્મમાં છે. વોર્નરે અત્યાર સુધી ત્રણ મેચની ચાર ઇનિંગ્સમાં 60ની એવરેજથી 240 રન બનાવ્યા છે. વર્તમાન સીરીઝમાં સૌથી વધુ રન બનાવવાનાં મામલે તે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ અને સાથી ટ્રેવિસ હેડ પછી ત્રીજા સ્થાને છે.