Cricket/ શ્રીલંકાએ T20 Worldcup માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, આ નામ રહ્યુ ચોંકાવનારું

યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. દાસુન શનાકાને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટીમની કમાન સોંપી છે.

Sports
1 186 શ્રીલંકાએ T20 Worldcup માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, આ નામ રહ્યુ ચોંકાવનારું

ટી20 વર્લ્ડ કપ માટે એક પછી એક ટીમો પોતાની ટીમની જાહેરાત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે 17 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં યુએઈ અને ઓમાનમાં મેચ રમાશે. શ્રીલંકાએ પણ હવે ટી20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

1 187 શ્રીલંકાએ T20 Worldcup માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, આ નામ રહ્યુ ચોંકાવનારું

આ પણ વાંચો – Funny Incident / ચાલુ મેચમાં અચાનક મેદાનમાં આવી ગયો આ શ્વાન, પછી જે થયુ તે જુઓ

તાજેતરમાં જ તેમણે કામચલાઉ ટીમની જાહેરાત કરી હતી, જેમાં 19 ખેલાડીઓ હતા. જોકે, અકીલા ધનંજયને આ ટીમમાં સ્થાન મળ્યું નથી અને હવે તે પેસેન્જર રિઝર્વ ખેલાડીની યાદીમાં છે. શ્રીલંકાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમા કેપ્ટન દાસુન શનાકાને રાખવામાં આવ્યો છે. ધનંજય ડી સિલ્વા, કુસલ પરેરા જેવા વરિષ્ઠ ખેલાડીઓ આ ટીમમાં હાજર છે જ્યારે 21 વર્ષીય મહિશ થીકશના આશ્ચર્યજનક રીતે પસંદ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં, મહિશે પોતાની બોલિંગથી પસંદગીકારોનાં દિલ જીતી લીધા હતા. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે સફેદ બોલની સીરીઝ રમી રહી છે અને હવે ટી 20 આંતરરાષ્ટ્રીય સીરીઝ ખેલાડીઓનાં પ્રદર્શન પર ઘણું નિર્ભર રહેશે. ટી20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાનાં મુખ્ય ખેલાડીઓમાં કેપ્ટન દાસુન શનાકા, વનિંદુ હસરંગા, દુષ્મંથ ચમીરા વગેરેનો સમાવેશ થાય છે. વળી ટીમમાં દિનેશ ચંડીમલની વાપસીથી શ્રીલંકાની ટીમ મજબૂત થશે. જો કે આ નામ ચોંકાવનારુ પણ કહેવામાં આવી રહ્યુ છે.

1 188 શ્રીલંકાએ T20 Worldcup માટે 15 સભ્યોની ટીમની કરી જાહેરાત, આ નામ રહ્યુ ચોંકાવનારું

શ્રીલંકાની ટી 20 વર્લ્ડ કપ ટીમ નીચે મુજબ છે.

દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (વાઇસ કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષા, કામિંડ્ડુ મેન્ડિસ, કુસલ પરેરા, દિનેશ ચંડીમલ, વનીંદુ હસરંગા, ચમિકા કરુણારત્ને, લાહિરુ મધુશંકા, દુષ્મંથ ચમીરા, પ્રવિણ જયવિક્રમા.

રિઝર્વ –

લાહિરુ કુમાર, પુલિના થરંગા, બિનુરા ફર્નાન્ડો અને અકિલા ધનંજય.

આ પણ વાંચો – IND vs ENG / જો ECB ની આ વાત ICC માને છે તો ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરીઝ 2-2 થી ટાઇ ગણાશે

15 સભ્યોની ટીમમાં નિરોશન ડિકવેલા, કુસલ મેન્ડિસ અને દનુષ્કા ગુણથિલાકાનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જેમને જુલાઇમાં ઈંગ્લેન્ડનાં પ્રવાસ પર કોવિડ-19 પ્રોટોકોલનો ભંગ કરવા બદલ એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. કુસલ પરેરાનાં પાછા ફરવાથી પરેરાની ગેરહાજરીમાં વિકેટકીપિંગ કરી રહેલા મિનોડ ભાનુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો ન હતો.