Not Set/ પેરાલિમ્પિકમાં ભારતને વધુ બે મેડલ, મેન્સ હાઈજમ્પમાં ભારતને સિલ્વર-બ્રોન્ઝ, મેડલ ટેલી પહોંચી 10 પર

ટોક્યો પેરાલિમ્પિક્સમાં મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારના મેન્સ હાઈજમ્પમાં બેવડા ધડાકા સાથે ભારતની ઝોળીમાં વધુ બે મેડલનો ઉમેરો થયો છે. 

Sports
goggle camera 4 પેરાલિમ્પિકમાં ભારતને વધુ બે મેડલ, મેન્સ હાઈજમ્પમાં ભારતને સિલ્વર-બ્રોન્ઝ, મેડલ ટેલી પહોંચી 10 પર

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને વધુ બે મેડલ માંલ્યા છે.  પેરાલિમ્પિક્સમાં મેન્સ હાઈજમ્પમાં ભારતને એકસાથે બે મેડલ મળ્યા છે. જે સાથે ભારતની મેડલની કુલ તેલી ૧૦ ઉપર પહોચી છે.

  • એમ.થાંગાવેલુને 1.86m જમ્પ માટે સિલ્વર
  • શરદ કુમારને 1.83mના જમ્પ માટે બ્રોન્ઝ
  • ભારતની મેડલ ટેલી પહોંચી 10 પર
  • મેન્સ હાઈ જમ્પમાં ભારતને સફળતા

ટોક્યો પેરાલિમ્પિક્સમાં મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારના મેન્સ હાઈજમ્પમાં બેવડા ધડાકા સાથે ભારતની ઝોળીમાં વધુ બે મેડલનો ઉમેરો થયો છે.  ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. મરિયપ્પન થંગાવેલુને 1.86m જમ્પ માટે સિલ્વર મેડલ મળ્યો છે. તો શરદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં 1.83mના જમ્પ માટે બ્રોન્ઝ મેડલ જીતીને ચાહકોને બેવડી ખુશીની તક આપી.

ભારતના શરદ કુમાર શરૂઆતથી જ લીડમાં હતા જોકે તેમણે 1.83 મીટરની ઝડપે સફળતાપૂર્વક કૂદકો માર્યો હતો. જોકે, તે પછી તે 1.86 મીટરનો જમ્પ ચૂકી ગયો. આ પછી, રેસ માત્ર મરિયપ્પન અને અમેરિકાના ગ્રીવ સેમ વચ્ચે હતી. બંનેએ 1.86 ના માર્ક પર સફળ કૂદકો લગાવ્યો. આ પછી, મરીયપ્પન ત્રણ પ્રયાસોમાં પણ 1.86 મીટરનો કૂદકો કરી શક્યો ન હતો. બીજી બાજુ, અમેરિકાના ગ્રીવે ત્રીજા પ્રયાસ સફળ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

ઉલ્લેખનીય છે કે વધુ બે મેડલ સાથે ભારતીય મેડલ ટેલી  10 પર પહોચી છે. ગતરોજ સોમવારે  F64 વર્ગના સુમિત અંટિલે  પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને નામ રોશન કર્યું. તો સાથે  ભારતની અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.  તો સાથે ગુજરાતની ભાવીનાબેન પટેલે પણ શાનદાર પ્રદર્શન કરી એક સિલ્વર ભારતની ઝોળીમાં નાખ્યો છે.

IPL નવી ટીમ 2022 / BCCI એ 2 નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડ્યું, અમદાવાદની ટીમ માટે અદાણી બીડ કરે તેવી શક્યતા

Tokyo Paralympics / ભારતને મળ્યો વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ