Not Set/ #INDvAUS : ૭૦ વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં હાંસલ કરી ઐતિહાસિક જીત

મેલબર્ન, મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્રીજી વન-ડેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૩૦ રન બનાવી ઓલઆઉટ થઇ ગયા છે ભારતને ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. What a run-chase. The Dhoni-Jadhav duo take #TeamIndia to a thumping 7-wicket victory. India take […]

Top Stories Trending Sports
#INDvAUS : ૭૦ વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં હાંસલ કરી ઐતિહાસિક જીત

મેલબર્ન,

મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્રીજી વન-ડેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૩૦ રન બનાવી ઓલઆઉટ થઇ ગયા છે ભારતને ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતે ૨૩૧ રનનો ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. ભારત તરફથી પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ ૮૭ રન અને આ શ્રેણીમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા કેદાર જાધવે ૬૧ રનની મેચ વિનિંગ રમી હતી.

આ જીત સાથે જ છેલ્લા ૭૦ વર્ષમાં આ પહેલો મૌકો છે જયારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે.

ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૩૧ રનના ટાર્ગેટ સામે ભારતે અત્યારસુધીમાં ૧ વિકેટના નુકશાને ૫૪ રન બનાવ્યા છે. સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ૯ રન, શિખર ધવન ૨૩ રન અને કેપ્ટન વિરાટ કોહલી ૪૬ રન બનાવી આઉટ થયા હતા.

ઓસ્ટ્રેલિયા ૨૩૦ રનમાં થયું ઓલઆઉટ

યજમાન ટીમ તરફથી કેપ્ટન એરોન ફિન્ચ ૧૪ રન, એલેક્સ કેરી ૫ રન, ઉસ્માન ખ્વાજા ૩૪ રન, ગ્લેન મેક્સવેલ ૨૬ રન અને શોન માર્શ ૩૯ રન બનાવી આઉટ થયા હતા. જયારે પીટર હેન્ડ્સકોમ્બે સૌથી વધુ ૫૮ રન બનાવ્યા હતા.

#INDvAUS : ૭૦ વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં હાંસલ કરી ઐતિહાસિક જીત

ભારત તરફથી આ સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરતા ૬ વિકેટ ઝડપી છે, જયારે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીએ ૨ -૨ વિકેટ ઝડપી છે.