Not Set/ ક્રિકેટમાં એસટી/એસસી આરક્ષણ પર ભડક્યો મોહમ્મદ કૈફ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. હાલમાં એક વેબસાઈટમાં લખવામાં આવેલા એક આર્ટિકલના લીધે તેવો ખુબ જ નારાજ થયા છે અને તેમણે મીડિયા પર જ સવાલો ઉભા કરી દીધા છે. વેબસાઈટ પર ભારતીય  ક્રિકેટમાં આરક્ષણ અને જાતિગત ભેદભાવને લઈને એક આર્ટિકલ છપાયો હતો. આ આર્ટિકલમાં અનુસૂચિત જાતિ અને […]

Trending Sports
298602 650251 kaif trophy ptisss1 ક્રિકેટમાં એસટી/એસસી આરક્ષણ પર ભડક્યો મોહમ્મદ કૈફ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. હાલમાં એક વેબસાઈટમાં લખવામાં આવેલા એક આર્ટિકલના લીધે તેવો ખુબ જ નારાજ થયા છે અને તેમણે મીડિયા પર જ સવાલો ઉભા કરી દીધા છે.

વેબસાઈટ પર ભારતીય  ક્રિકેટમાં આરક્ષણ અને જાતિગત ભેદભાવને લઈને એક આર્ટિકલ છપાયો હતો. આ આર્ટિકલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ક્રિકેટર્સ અને ભારતીય ક્રિકેટમાં તેમની પસંદગીની વાત લખવામાં આવી હતી.

આ આર્ટિકલ પર કૈફ નારાજ થયા હતાં અને તેમણે કૈફે ટ્વીટ કરતા લખ્યું હતું કે, કેટલા પ્રાઈમ ટાઈમ જર્નાલિસ્ટ એસી અથવા એસટીના છે. તમારી સંસ્થામાં કેટલાં સિનીયર એડિટર એસટી/એસસીના છે. મોહમ્મદ કૈફે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર રમત-ગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં જાતિની બધી જ બધાઓને તોડે છે. જ્યાં ખેલાડીઓ એકજૂથ થઈને રમે છે. પરંતુ આપનું પત્રકારત્વ નફરત ફેલાવે છે.

આર્ટિકલ મુજબ ટેસ્ટ સ્ટેટ્સ મેળવવા માટે 86 વર્ષમાં ભારતીય ક્રિકેટમાં 290 ખેલાડીઓમાં ફકત 4 ખેલાડી જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે.