Cricket/ ધોનીનો નવુ Look જોઇ ફેન્સ થયા ગુસ્સે, સંભળાવી ખરી ખોટી

મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ફરી એક વખત ક્રિકેટ મેદાન પર જોવા મળશે. UAE માં IPL 2021 ની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

Sports
ધોની

મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ફરી એક વખત ક્રિકેટ મેદાન પર જોવા મળશે. UAE માં IPL 2021 ની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જોકે ધોની આ પહેલા પણ ચર્ચામાં આવી ગયો છે. 2011 નાં વર્લ્ડકપને જીત્યા બાદ ધોની પોતાના પૂરા બાલને કઠાવી લોકો સમક્ષ આવ્યો હતો, જેને જોઇને સૌ કોઇ ચોંકી ગયા હતા. હવે ફરી તેણે પોતાના લૂકને ચેન્જ કર્યો છે.

આ પણ વાંચો – Cricket / ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત, તમામ દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

આપને જણાવી દઇએ કે, જે રીતે બોલિવૂડમાં રણવીર સિંહ સમયાંતરે પોતાનો લૂક ચેન્જ કરતો રહે છે તેમ ક્રિકેટમાં ધોની પણ ઘણીવાર પોતાનો લૂક ચેન્જ કરતો જોવા મળી જાય છે. જણાવી દઇએ કે, તાજેતરમાં ધોનીની નવી હેરસ્ટાઇલ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ધોનીએ તાજેતરમાં એક એડ શૂટ માટે પોતાની નવી હેરસ્ટાઇલ કરાવી છે, જેની તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે. હવે ફરી એક વખત ધોનીની નવી હેરસ્ટાઇલ વાયરલ થઈ છે પરંતુ આ વખતે ચાહકો બહુ ખુશ જોવા મળી રહ્યા નથી. IPL 2021 ની બ્રોડકાસ્ટર ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા MS ધોનીની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. આ ફોટામાં ધોનીનાં વાળ રંગીન દેખાઇ રહ્યા છે અને તેણે તારાઓથી સજ્જ જેકેટ પહેર્યું છે. ધોની એક રોકસ્ટારનાં લૂકમાં જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ એક જાહેરાતની તસવીર છે જેમાં લખ્યું છે – વાસ્તવિક ચિત્ર હજુ આવવાનું બાકી છે. તેના ચાહકોને ધોનીનો આ લૂક પસંદ આવ્યો નથી. ઘણા ચાહકોએ પ્રસારણ ચેનલને આ અંગે ખરી ખોટી સંભળાવી હતી.

આ પણ વાંચો – Cricket / તાલિબાને અફઘાન ક્રિકેટ બોર્ડ પર કર્યો કબ્ઝો, કહ્યુ- અમે ક્રિકેટને પ્રેમ કરીએ છીએ

વળી, કેટલાક ચાહકોએ ધોનીને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહથી દૂર રહેવાની સલાહ આપી દીધી છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ધોનીએ મુંબઈમાં ફૂટબોલ મેચ રમી હતી જેમાં રણવીર સિંહે પણ ભાગ લીધો હતો. ધોનીએ મુંબઈમાં જાહેરાત શૂટ કરી હતી અને ટીમ ઈન્ડિયાની નવી રેટ્રો જર્સીમાં જોવા મળ્યો હતો. ધોનીએ આઈપીએલ 2021 માટે નવી જાહેરાત માટે રંગીન વાળનો દેખાવ બનાવ્યો છે. અગાઉ, તે આ ટૂર્નામેન્ટ માટે બાલ્ડ પણ દેખાઈ ચૂક્યો છે. ધોની આ પહેલા એક સંન્યાસીનાં લૂકમાં જોવા મળ્યો હતો જેમાં તે અન્ય ટીમોનાં ખેલાડીઓ વિશે જણાવી રહ્યો હતો. ચાહકોને તે જાહેરાત ખૂબ ગમી હતી.