IPL 2022/ પંજાબ કિંગ્સે Jonty Rhodesને  સોંપી બેવડી જવાબદારી, ફિલ્ડિંગ કોચ સાથે આ કામ જોશે

અત્યાર સુધી આઈપીએલનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી પંજાબ કિંગ્સની ટીમ 2014માં ફાઇનલમાં પહોંચી હતી. જોકે, આ વખતે ટાઈટલ જીતે તેવી અપેક્ષા છે.

Trending Sports
સાબરકાંઠા 1 5 પંજાબ કિંગ્સે Jonty Rhodesને  સોંપી બેવડી જવાબદારી, ફિલ્ડિંગ કોચ સાથે આ કામ જોશે

પંજાબ કિંગ્સના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સે વસીમ જાફરની વિદાય બાદ ટીમના બેટિંગ કોચની વધારાની જવાબદારી સંભાળી છે. રોડ્સનો સમાવેશ સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે અને તેણે દક્ષિણ આફ્રિકા માટે આઠ હજારથી વધુ રન પણ બનાવ્યા છે. 52 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર ગયા અઠવાડિયે આઈપીએલની હરાજી દરમિયાન મુખ્ય કોચ અનિલ કુંબલે અને સહ-માલિકો સાથે હાજર હતો.

રોડ્સે 245 વન-ડેમાં 5935 રન અને 52 ટેસ્ટમાં 2532 રન બનાવ્યા છે. રોડ્સ ઉપરાંત કુંબલે સ્પિનરો સાથે કામ કરશે જ્યારે ડેમિયન રાઈટ ફાસ્ટ બોલિંગ કોચ હશે. એન્ડી ફ્લાવર, જેઓ ગત સિઝનમાં ટીમના સહાયક કોચ હતા, નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા છે.

અત્યાર સુધી આઈપીએલનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી પંજાબ કિંગ્સની ટીમ 2014માં ફાઇનલમાં પહોંચી હતી. જોકે, હરાજીમાં શિખર ધવન, શાહરૂખ ખાન, લિયામ લિવિંગસ્ટોન, જોની બેયરસ્ટો, ઓડિયન સ્મિથ, કાગીસો રબાડા અને ઈન્ડિયા અંડર-19 સ્ટાર રાજ બાવાને ખરીદ્યા બાદ ટીમ આ વખતે ટાઈટલ જીતે તેવી અપેક્ષા છે.

પંજાબની ટીમ સૌથી વધુ રકમ સાથે હરાજીમાં પ્રવેશી કારણ કે તેણે માત્ર મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને જાળવી રાખ્યા હતા. ટીમ ટૂંક સમયમાં તેના કેપ્ટન અંગે નિર્ણય લેશે.

ટીમ માટે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહેલા મયંક અગ્રવાલે ગત સિઝનમાં લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતનો ઓપનર ધવન કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર છે. તે અગ્રવાલનો સિનિયર છે અને IPLમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે થોડા સમય માટે સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ પણ કર્યું હતું.

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

ગુજરાત / ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ

સુરક્ષામાં ચૂક / નકલી પાસથી નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લાઈવ સટ્ટો રમ્યા, પણ પછી..